અમરેલીમાં મુખ્યમંત્રીએ ભાજપના નેતાઓ સાથે ‘ટિફિન બેઠક યોજીને ચૂંટણી અંગે ચર્ચા કરી
અમરેલીઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ-ચાર મહિના બાકી રહ્યા છે. ત્યારે ભાજપએ ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલીની મુલાકાત લઈને જિલ્લાના ભાજપના અગ્રણીઓ સાથે ટિફિન બેઠક યોજીને ચૂંટણી અંગે ચર્ચા કરી હતી. જેમાં જિલ્લાના આગેવાનોએ જિલ્લાની તમામ બેઠકો જીતવાની મુખ્યમંત્રીને ખાતરી આપી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપે કમરકસી […]