ગુજરાતમાં તમામ 33 જિલ્લા પંચાયતોમાં કાયદાના સલાહકારોની નિમણૂંકો કરવા સરકારનો નિર્ણય
ગાંધીનગરઃ જિલ્લા પંચાયતમાં ચાલતા કોર્ટ કેસ અંગેની કાર્યવાહી યોગ્ય રીતે થાય તે માટે રાજ્યના પંચાયત વિભાગ દ્વારા કાયદા સલાહકારની નિમણુંકનો નિર્ણય કરાયો છે. રાજ્યની 33 જિલ્લા પંચાયતો કચેરીઓમાં કાયદા સલાહકારની નિમણૂંક કરવામાં આવશે. જોકે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં મળેલી સમિતિ દ્વારા કાયદા સલાહકારની પસંદગી કરાશે. રાજ્યભરની જિલ્લા પંચાયતોમાં તાબાની કચેરીઓ તેમજ ગામો કે કર્મચારીઓ તરફથી […]