શ્રીલંકામાં પ્રવાસી વિઝાનો દુરુપયોગ કરવા બદલ આઠ ભારતીયોની અટકાયત
નવી દિલ્હીઃ શ્રીલંકામાં પ્રવાસી વિઝાનો દુરુપયોગ કરવા બદલ એક મહિલા સહિત આઠ ભારતીયોની અટકાયત કરવામાં આવી છે. શ્રીલંકાના ઇમિગ્રેશન સત્તાવાળાઓએ ઇન્ફર્મેશન ટેક્નોલોજી બિઝનેસ ચલાવવા માટે પ્રવાસી વિઝાનો દુરુપયોગ કરવા બદલ આઠ ભારતીય નાગરિકોની અટકાયત કરી છે. અધિકારીઓએ આ જાણકારી આપી હતી. આ ભારતીય નાગરિકોને હાલમાં જ અહીંના સિનામન ગાર્ડનના પોશ રહેણાંક વિસ્તારના એક ઘર પર […]


