કડી-છત્રાલ હાઈવે પર રાત્રે પાઈપો ભરેલી ટ્રેકટર ટ્રોલી પાછળ કાર અથડાતા ચાલકનું મોત
લોખંડની પાઈપો કારના કાચ તોડીને ઘૂંસી ગઈ, ટ્રેકટરચાલક વાહન મુકીને નાસી ગયો, અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો અમદાવાદઃ મહેસાણા હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે ગઈ મોડી રાત્રે કડી છત્રાલ હાઈવે પર પાઈપ ભરેલી ટ્રેકટર ટ્રોલીની પાછળ કાર ઘૂસી જતાં કારચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ટ્રેક્ટરની ટ્રોલીમાં લોખંડના પાઇપો ભરેલી હતી. […]