ભાવનગરથી સોમનાથ અને પોરબંદરની હવે સીધી ટ્રેન સેવા મળશે, રેલવે મંત્રીએ કરી જાહેરાત
ભાવનગરઃ પશ્વિમ રેલવે દ્વારા ભાવનગરથી સોમનાથ અને ભાવનગરથી પોરબંદર સુધીની બે ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી છે. તાજેતરમાં ભાવનગરથી હરિદ્વાર સુધીની ટ્રેન શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ વધુ બે ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભાવનગરના લોકોને સોમનાથ દર્શન માટે જવા ટ્રેનની સુવિધા મળશે. હાલ ભાવનગર- જેતલસર વચ્ચે દોડતી દૈનિક ટ્રેનને વેરાવળ – સોમનાથ સુધી […]