1. Home
  2. Tag "ukraine"

રશિયાની સૈન્ય કાર્યવાહી વચ્ચે યુક્રેનમાંથી 20 લાખ લોકોએ દેશ છોડ્યો

નવી દિલ્હીઃ યુક્રેન સામે રશિયાએ સૈન્ય કાર્યવાહી 14 દિવસ પહેલા શરૂ કરી હતી. આજે પણ રશિયાની સૈન્યએ કીવ અને ખારકીવ સહિતના શહેરો ઉપર બોમ્બ મારો ચાલુ રાખ્યો હતો. દરમિયાન બીજી તરફ યુદ્ધને પગલે લોકોમાં ભય ફેલાયો છે. જેના પગલે યુક્રેનમાંથી અત્યાર સુધીમાં 20 લાખ લોકોએ દેશ છોડ્યો હોવાનું જાણવા મળે છે. તેમજ યુક્રેનના પડોશી દેશોમાં […]

રશિયાના યુક્રેનમાં આર્મી ઓપરેશન: ઝેલેન્સ્કીએ ફરીવાર અમેરિકા પાસે માગી મદદ

દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને “જાનવર” ગણાવતા યુક્રેનના રાષ્ટ્રપતિએ ઝેલેન્સકીએ પશ્ચિમી દેશોને ચેતવણી આપી અને કહ્યું છે કે યુક્રેનમાં ચાલી રહેલું યુદ્ધ અહીં અટકશે નહીં અને બાકીના વિશ્વને પણ આની અસર થતી જોવા મળશે. એક ઇન્ટરવ્યુ દરમિયાન, ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે દરેકને એમ લાગે છે કે અમે અમેરિકા અથવા કેનેડાથી ઘણા દૂર છીએ. પરંતુ  અમે સ્વતંત્ર […]

ભારતે નીભાવ્યો પડોશી ધર્મઃ પાકિસ્તાન બાદ બાંગ્લાદેશી નાગરિકોને પણ યુક્રેનમાંથી બહાર કાઢ્યાં

નવી દિ લ્હીઃ યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બચાવવા માટે ઓપરેશન ગંગા ચલાવવામાં આવી રહ્યું છે. ઓપરેશન ગંગા હેઠળ અત્યાર સુધીમાં હજારો ભારતીય નાગરિકોને પરત લાવવામાં આવ્યા છે. ભારત સરકારે આ ઓપરેશન દ્વારા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ સિવાય ઘણા દેશોના નાગરિકોને બચાવ્યા છે. યુક્રેનમાં ફસાયેલા નવ બાંગ્લાદેશી નાગરિકોને ભારત સરકારી યુદ્ધની પરિસ્થિતિમાંથી સહિસલામત બહાર કાઢ્યાં હતા. […]

રશિયાની સૈન્ય કાર્યવાહી વચ્ચે યુક્રેને નાટોના સભ્ય નહીં બનવાનો કર્યો નિર્ણય

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે સતત 14 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ નાટોના સભ્ય નહીં બનવાનો નિર્ણય લીધો છે. તેમજ જેલેંસ્કીએ નાટોની સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર જેલેંસ્કીએ કહ્યું કે, યુક્રેન હવે નાટોનું સભ્યપદ નહીં લે, તેઓ અલગ-અલગ રશિયન સમર્થિત વિસ્તાર ડોનેટ્સ્ક અને લુગાંસ્કની સ્થિતિ ઉપર […]

યુક્રેનમાં યુદ્ધ વચ્ચે કારના ડ્રાઈવરે બહાદુરી પૂર્વક ઈજાગ્રસ્ત ભારતીય વિદ્યાર્થીને 700 કિમી દૂર બોર્ડર સુધી પહોંચાડ્યો

નવી દિલ્હીઃ યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે લાખો નાગરિકો યુક્રેન છોડી રહ્યા છે, ત્યારે એક વ્યક્તિ એવી પણ છે જેની બહાદુરીના ખૂબ વખાણ થઈ રહ્યા છે. હકીકતમાં, ભારતીય દૂતાવાસના ડ્રાઇવરે બોમ્બ વિસ્ફોટમાં ઘાયલ થયેલા ભારતીય વિદ્યાર્થી હરજોત સિંહને કિવથી બચાવ્યો હતો. જોકે, ભારતીય દૂતાવાસે આ ડ્રાઈવરનું નામ જાહેર કર્યું નથી. તેમણે કહ્યું કે આ ડ્રાઈવરે ઈંધણની અછત, […]

યુક્રેનના સુમીમાં ફસાયેલા તમામ 694 ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા : કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી

સુમીમાં ફસાયેલા તમામ 694 ભારતીય વિદ્યાર્થીઓને બહાર કઢાયા કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ આપી આ અંગે માહિતી તમામ લોકો બસમાં ચડીને પોલ્તવા જવા રવાના દિલ્હી:યુક્રેન પર રશિયન આક્રમણમાં યુક્રેનના સુમી શહેરમાં ફસાયેલા તમામ 694 ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા છે.કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ આ અંગેની જાણકારી આપી છે.પુરીએ જણાવ્યું કે, તમામ લોકો બસમાં ચડીને […]

રશિયાએ યુદ્ધને ખતમ કરવા માટે યુક્રેન સામે રાખી ચાર શરત

નવી દિલ્હીઃ યુક્રેન સામે રશિયાએ શરૂ કરેલી સૈન્ય કાર્યવાહી વચ્ચે આજે પણ બંને દેશના જવાનો વચ્ચે જંગ ખેલાયું હતું. દરમિયાન બંને દેશના આગેવાનો દ્વારા યુદ્ધને લઈને બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી યુદ્ધને રોકવા માટે કોઈ સહમતિ બની શકી નથી. રશિયા યુક્રેનના શહેરોને સતત નિશાન બનાવી રહ્યું છે. ખાર્કિવ, કિવ સુમી જેવા […]

રશિયાના યુક્રેનમાં મિલિટરી ઓપરેશન, ત્રીજા રાઉન્ડની વાત પૂર્ણ પણ યુદ્ધવિરામ પર કોઈ પરિણામ નહીં

રશિયા યુક્રેન વચ્ચે વિવાદ રશિયાના યુક્રેનમાં આર્મી ઓપરેશન ત્રીજા રાઉન્ડની વાત પૂર્ણ રશિયા દ્વારા હાલ યુક્રેનમાં આર્મી ઓપરેશન ચલાવવામાં આવે છે તેને લઈને હવે બંને દેશના અધિકારીઓ વાતચીત કરી રહ્યા છે. ત્રીજા રાઉન્ડની વાત અત્યારે ખતમ થઈ ગઈ છે પણ યુદ્ધવિરામને લઈને કોઈ પણ પરિણામ આવ્યું નથી. બધાની નજર ત્રીજા રાઉન્ડની વાતચીત પર ટકેલી હતી. […]

યુક્રેન ઉપર સૈન્ય કાર્યવાહી મુદ્દે રશિયાના રાષ્ટ્રપતિ સહિત 100 લોકો ઉપર ન્યૂઝીલેન્ડે ફરમાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયા દ્વારા સૈન્ય કાર્યવાહી કરવામાં આવી છે. આજે લગભગ 11માં દિવસે પણ યુક્રેનની રાજધાની કીવ અને ખારકીવ સહિતના શહેરો ઉપર રશિયાએ બોમ્બ વરસાવ્યાં હતા. બીજી તરફ વિવિધ દેશો રશિયાની કાર્યવાહી નારાજગી વ્યક્ત કરીને પ્રતિબંધ ફરમાવી રહ્યાં છે. આવા દેશોની યાદીમાં હવે ન્યૂઝીલેન્ડનો પણ સમાવેશ થયો છે. ન્યૂઝીલેન્ડ દ્વારા પણ રશિયાના રાષ્ટ્રપતિ […]

યુક્રેનઃ ભારતીય મૂળના તબીબે પાળેલા જાનવરોને છોડીને નીકળવાનો કર્યો ઈન્કાર

નવી દિલ્હીઃ યુક્રેન સામે રશિયાએ સૈન્ય કાર્યવાહી કરી છે. મોટી સંખ્યામાં લોકો યુક્રેન છોડી રહ્યાં છે. પરંતુ ભારતીય મૂળના એક તબીબ પોતાના પાલતૂ જાનવરોને છોડીને યુક્રેન છોડવા માંગતા નહીં હોવાનું જાણવા મળે છે. તેમણે પાળેલા જાનવરો સાથે હાલ એક બંકરમાં છુપાયેલા છે. યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ભારતીય મૂળના તબીબ પોતાના પાળેલા જાનવરો સાથે ફસાયેલા છે. ડૉ. ગિરિકુમાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code