આસામના ઉમરાંગસોમાં ફસાયેલા ખાણિયાઓને બચાવવામાં મદદ માટે ભારતીય નૌકાદળની ટીમ તૈનાત
નવી દિલ્હીઃ આસામના દિમા હસાઓ જિલ્લામાં આવેલા દૂરના ઔદ્યોગિક નગર ઉમરાંગસોમાં ફસાયેલા ખાણિયાઓને બચાવવામાં મદદ માટેની તાકીદની વિનંતીના જવાબમાં ભારતીય નૌકાદળે મદદ કરવા માટે એક વિશિષ્ટ ટીમને તૈનાત કરી છે. ટીમમાં એક અધિકારી અને અગિયાર ખલાસીઓનો સમાવેશ થાય છે, તેમાં ઉચ્ચ પ્રશિક્ષિત ક્લિયરન્સ ડાઇવર્સ પણ સામેલ છે જે ઊંડા પાણીમાં ડાઇવિંગ અને બચાવ કામગીરીમાં કુશળ છે. […]