1. Home
  2. Tag "vadodara"

વડોદરામાં પેટ્રોલ ભરેલા વેગન પર ચડી યુવાને વીજ વાયરને પકડતા ભડથું, વેગનમાં લાગી આગ

વડોદરાઃ શહેરના નવા યાર્ડ વિસ્તારમાં બુધવારે વહેલી સવારે પેટ્રોલના વેગનમાં આગ લાગતા એક વ્યક્તિ ભડથું થઈ ગઈ હતી. આગની જાણ થતાં ફાયરબ્રિગેડનો કાફલો દાડી ગયો હતો. ફાયર બ્રિગેડે તાત્કાલિક પાવર સપ્લાય બંધ કરાવી આગ કાબુમાં લીધી હતી અને વધુ નુકસાન થતા અટકાવ્યું હતું. આ વખતે રેલવે ટ્રેક પર એક વ્યક્તિનો સળગી ગયેલો મૃતદેહ મળી આવતા […]

વડોદરામાં બટાકા-પૌંવા આરોગ્યા બાદ 20થી વધુ લોકોને ફુડ પોઈઝિંગ થતાં હોસ્પિટલ ખસેડાયાં

વડોદરાઃ શહેરમાં મતદાન બાદ બટાકા પૌવા ખાવાના આયોજનથી લોકોની તબિયત બગાડી છે. મતદાન મથક બહાર બટાકા પૌવા ખાધા બાદ 20થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હતુ. આ તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.  ફતેગંજ પોલીસ સ્ટેશન સામે સુર્યનગર ખાતેના મતદાન મથકની બહાર બટાકા પૌવાનું વિતરણ કરવામાં આવ્યું હતું, ત્યારે મતદાન બાદ લોકોએ બટાકા પૌવા ખાધા […]

વડોદરામાં પ્લાસ્ટિકના પતરાં બનાવતી કંપનીમાં લાગેલી ભીષણ આગ 3 કલાકની જહેમત બાદ કાબુમાં

વડોદરાઃ શહેરમાં વધતા જતાં તાપમાનને લીધે હિટીંગ કે શોક સર્કિંટને કારણે આગના બનાવો પણ બની રહ્યા છે. જ્યારે શહેર નજીક રતનપુરમાં પ્લાસ્ટિકના પતરા બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.  દૂર દૂર સુધી આગના ધૂમાડાં જોવા મળ્યા હતા. આ બનાવની જાણ થતાં વડોદરાના ફાયર ફાયટરો લાયબંબા સાથે ઘટના […]

વડોદરામાં રાત્રે પોલીસ કર્મચારીઓએ રેકડીધારકને બેરહેમીથી ફટકારતા ગંભીર હાલત

વડોદરાઃ શહેરના સયાજીગંજ વિસ્તારમાં રાતના સમયે પેટ્રોલિંગમાં નિકળેલા ત્રણ પોલીસ કર્મચારીઓએ એક એમલેટની લારી ખૂલ્લી જોતા લારીધારકને બેરહેમીથી ફટકાર્યા બાદ જીપ સાથે ઢસડતા લારી ધારક યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ મામલે હોબાળો મચ્યા બાદ પોલીસના અમાનુષી મારનો ભોગ બનેલા યુવાન અને પોલીસ કર્મચારીઓની સામસામે ફરિયાદો સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. આ […]

વડોદરાના બરાનપુરામાં વીજ પુરવઠો ખોરવાયો, ફોલ્ટ મળતો નથી, લોકોએ હોબાળો મચાવ્યો

વડોદરાઃ  શહેરના બરાનપુરા વિસ્તારમાં રાત્રે વીજ પુવઠો એકાએક ખોરવાય જતા અંધારપટ છવાયો હતો. અસહ્ય ગરમીમાં લોકોને આખીરાત અંધારામાં પસાર કરવી પડી હતી. દરમિયાન બીજા દિવસે પણ વીજ કર્મચારીઓને ફોલ્ટ ન મળતા લોકો રોષે ભરાયા હતા અને બરાનપુરા વીજ પેટા વિભાગીય કચેરી ખાતે પહોંચી હોબાળો મચાવ્યો હતો. વીજળીના ધાધીયાથી વિસ્તારમાં 10 હજાર ઉપરાંત લોકો પરેશાન થયા […]

વડોદરા નજીક આઈસર ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા 5નાં મોત, 28ને ઈજા

વડોદરાઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ વડોદરા નજીક સારકદા ગામ નજીક આઈસર ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા એકનું ઘટના સ્થળે અને 4નાં સારવાર દરમિયાન મોત નિપજતા કૂલ 5નાં મોત થયા છે. જ્યારે આ અકસ્માતના બનાવમાં 28 લોકોને ઈજાઓ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આણંદના અડાસ ગામના 50 […]

વડોદરામાં અકોટા બ્રિજ પર કારચાલકે સ્કુટરને ટક્કર માર્યા બાદ ત્રણને અડફેટે લેતા એકનું મોત

વડોદરાઃ રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વડોદરા શહેરમાં આકોટા બ્રિજ પર કારચાલક નબીરાએ પૂરઝડપે કાર દોડાવતા બે સ્કુટરને ટક્કર માર્યા બાદ રાત્રે બ્રિજની પાળી પર ઠંડક મેળવવા માટે બેઠેલા ત્રણ જણાને પણ અડફેટે લીધા હતા. જેમાં એક યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે બે યુવતીને ઈજાઓ થઈ હતી. આ અકસ્માતની વિગતો એવી જાણવા […]

વડોદરામાં કેમિકલથી પકવાતા ફળો સામે ઝૂંબેશ, VMCએ 85 કિલો ફળોનો નાશ કર્યો

વડોદરાઃ શહેરમાં ફળોના વેપારીઓ દ્વારા કેમિકલથી ફળો પકવવામાં આવતા હોવાની ફરિયાદો ઊઠી હતા. કેમિકલથી પકવેલા ફળો આરોગવાથી લોકોના આરોગ્યને નુકસાન થાય છે. એટલે કેમિકલથી ફળો પકવતા વેપારીઓ સામે પગલાં લેવા મ્યુનિ.કમિશનરે સુચના આપ્યા બાદ મ્યુનિના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના ખંડેરાવ માર્કેટ અને વેરાઇ માતા ચોક ખાતે આવેલા ફ્રૂટના વેપારીઓના ત્યાં દરોડા પાડી ચેકીંગ હાથ ધરવામાં […]

વડોદરાના કરજણ નજીક કપાસ ભરેલો ટ્રક સળગીને ખાક થયો, ડ્રાઈવર-ક્લીનરનો બચાવ

વડોદરાઃ જિલ્લાના કરજણ નજીક સનાપુરા ગામ પાસે કપાસ ભરેલા આઇસર ટ્રકમાં એકાએક આગ લાગતાં સમયસુચકતા દાખવીને ડ્રાઈવર અને ક્લીનર તાત્કાલિક નીચે ઉતરી ગયા હતા અને ફાયર વિભાગને જાણ કરી હતી. જેથી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગના બનાવમાં કપાસ અને આઇસર ટ્રક બળીને ખાક થઈ ગઈ હતી. ખેડૂતનો […]

વડોદરામાં કિશનવાડીમાં કચરાના થતાં ડમ્પિંગ સામે યુવા કોંગ્રેસે કર્યો વિરોધ, 6 કાર્યકરોની અટકાયત

વડોદરાઃ રાજ્યમાં નાના-મોટા શહેરોમાં કચરા નિકાલનો પ્રશ્ન માથાના દુઃખાવારૂપ બનતો હોય છે. શહેરભરમાંથી એકત્ર થતો કચરો શહેરની ભાગોળે ડમ્પ કરવામાં આવતો હોય છે. આ કચરાના ડમ્પને લીધે આજુબાજુના વસાહતીઓને સમસ્યા ઊભી થતી હોય છે. વડોદરામાં કિશનવાડી વિસ્તારમાં કચરાના ડમ્પિંગને કારણે સ્થાનિક રહિશોમાં ભારે વિરોધ ઉઠ્યો છે. દરમિયાન શહેરના યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ હાથમાં બેનરો લઈને સૂત્રોચ્ચાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code