1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરાના કરજણ નજીક કપાસ ભરેલો ટ્રક સળગીને ખાક થયો, ડ્રાઈવર-ક્લીનરનો બચાવ
વડોદરાના કરજણ નજીક કપાસ ભરેલો ટ્રક સળગીને ખાક થયો, ડ્રાઈવર-ક્લીનરનો બચાવ

વડોદરાના કરજણ નજીક કપાસ ભરેલો ટ્રક સળગીને ખાક થયો, ડ્રાઈવર-ક્લીનરનો બચાવ

0
Social Share

વડોદરાઃ જિલ્લાના કરજણ નજીક સનાપુરા ગામ પાસે કપાસ ભરેલા આઇસર ટ્રકમાં એકાએક આગ લાગતાં સમયસુચકતા દાખવીને ડ્રાઈવર અને ક્લીનર તાત્કાલિક નીચે ઉતરી ગયા હતા અને ફાયર વિભાગને જાણ કરી હતી. જેથી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગના બનાવમાં કપાસ અને આઇસર ટ્રક બળીને ખાક થઈ ગઈ હતી. ખેડૂતનો તૈયાર માલ આગમાં બળીને ખાક થતા મોટુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, વડોદરાના કરજણ પાસે આવેલા નારેશ્વરથી પાલેજ તરફ જતા રોડ પર સનાપુરા ગામના પાટિયા પાસે કપાસ ભરેલો આઇસર ટ્રક પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રકમાં ધૂમાડો દેખાતા તરત જ ટ્રકને રોડ સાઈડ પર ઊભી રાખીને ડ્રાઈવર અને ક્લીનર ઉતરી ગયા હતા. અને ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. પરંતુ, કપાસથી ટ્રક ભરેલો હોવાથી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કપાસ અને ટ્રક બળીને ખાક થઈ ગયા હતા. કરજણ ફાયર વિભાગના ફાયર ફાઈટરોએ આઇસર ટ્રકમા લાગેલી આગ પર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવી પડી હતી. ટ્રકમાં ખેડૂતનો જે કઈ કપાસ હતો, તે સંપૂર્ણ આગમાં બળીને ખાક થઈ ગયો હતો.

ઉનાળાની શરૂઆત છે, ત્યારે હાલમાં આગના બનાવો સામે વધી રહ્યા છે. પરંતુ જેમ જેમ અકારો ઉનાળો થશે તેમ ફાયરના કોલમાં સતત અધરો જોવા મળશે. ત્યારે કોઈ પણ સામાન્ય બેદરકારી મોટું રૂપ ધારણ કરે તે પૂર્વે લોકોએ પણ સાવચેતી રાખવાની જરૂર છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code