1. Home
  2. Tag "viral news"

ભાવનગર જિલ્લામાં સર્વેની કામગીરી સામે ખેડૂતોનો વિરોધ, 100 ટકા વળતરની માગ

જિલ્લાના તમામ તાલુકાઓમાં માવઠાથી 100 ટકા નુકસાન થયુ છે, હજુ પણ વાડી-ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને કરી રજુઆત ભાવનગરઃ ગોહિલવાડમાં કમોસમી વરસાદને લીધે ખેડૂતોની હાલત કફોડી બની છે. ભાવનગર જિલ્લાના તમામ તાલુકામાં માવઠાએ વિનાશ વેર્યો છે. અને ખેડૂતોના મોમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. શિહોર તાલુકાના કેટલાક ગામોના વાડી-ખેતરોમાં વરસાદી […]

મુખ્યમંત્રી સહિત મંત્રીઓને બંગલા ફાળવાયા, CMને લકી ગણાતો 26 નંબરનો બંગલો ફાળવાયો

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને 43 નંબરનો બંગલો ફાળવાયો, ગેરમાન્યતાઓ હોવાને લીધે બંગલાને 13 નંબર અપાયો નથી,   તમામ બંગલા રિનોવેશન કરીને મંત્રીઓને સોંપાશે ગાંધીનગરઃ રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ નવા મંત્રીમંડળના વિસ્તરણ બાદ તમામ મંત્રીઓને ગાંધીનગરના મંત્રી નિવાસ સંકુલમાં બંગલાઓની ફાળવણી કરી દેવામાં આવી છે. કેબીનેટ અને રાજ્યકક્ષાના કુલ 25 મંત્રીઓએ પદભાર સંભાળ્યા બાદ […]

યુનિવર્સિટીઓ અને કોલેજોના અધ્યાપકો રિસર્ચ ઈવેલ્યુશનમાં 60 ગુણ લાવશે તો જ સહાય મળશે

ગુજરાત સરકારે સહાયના નિયમોમાં કેટલાક મહત્ત્વના ફેરફારો કર્યા, સાયન્સ અને ટેકનોલોજીના રિસર્ચ માટે 5 લાખની સહાય અપાશે, કોમર્સ અને આર્ટસના વિષયોમાં રિસર્ચ માટે બે લાખ અને ભાષાના વિષયોમાં એક લાખ રૂપિયા અપાશે, અમદાવાદઃ નવી શિક્ષણ નીતિ અંતર્ગત યુનિવર્સિટીઓ અને કોલેજોમાં રિસર્ચ વધે તે માટે ગુજરાત સરકારે વર્ષ 2023-24ના બજેટમાં રિસર્ચ ફેલોશિપ-આર્થિક સહાયની બાબત ઉમેરાઈ હતી. […]

અમદાવાદના પશ્વિમ વિસ્તારમાં લારી-ગલ્લા અને પાર્ક થતા વાહનોના દબાણો હટાવાયા

એએમસી અને ટ્રાફિક પોલીસે સંયુક્તરીતે દબાણ હટાવ ઝૂંબેશ હાથ ધરી, રોડ પર ગેરકાયદે પાર્ક કરેલા 137 વાહનોને લોક મારી દેવાયા, હજુ પણ અનેક વિસ્તારોમાં રોડ પર આડેધડ પાર્ક કરાતા વાહનો અમદાવાદઃ શહેરમાં વાહનોની વધતા જતી સંખ્યાને લીધે પાર્કિંગનો પ્રશ્ન માથાના દૂઃખાવારૂપ બન્યો છે. લોકો પોતાની સાસાયટી બહાર જાહેર રોડ પર આડેધડ વાહનો પાર્ક કરી દેતા […]

થરાના નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર ખાડાઓ અને ભરાયેલા પાણીને લીધે લોકોને મુશ્કેલી

થરાના સર્વિસ રોડ પર ગટર અને વરસાદી પાણી ભરાયેલા રહે છે, સર્વિસ રોડ પર ઠેર ઠેર ખાડાંને લીધે વાહનચાલકોને પડતી મુશ્કેલી, સર્વિસ રોડની સત્વરે મરામત નહીં કરાય તો લોકો હાઈવે પર ચક્કાજામ કરશે પાલનપુરઃ  થરામાં પસાર થતા નેશનલ હાઈવેની બન્ને બાજુ સર્વિસ રોડ બનાવવામાં આવેલો છે. આ સર્વિસ રોડ પર ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે. […]

ગાંધીનગરમાં કન્સ્ટ્રકશન સાઈટ પરથી 23 લાખના કોપરના વાયરો ચોર ઉઠાવી ગયા

સરગાસણ રોડ પર નવી કન્સ્ટ્રકશન સાઈટ પર બન્યો ચોરીનો બનાવ, કન્સ્ટ્રકશન સાઈટના 14માં માળેથી ગ્રાઉન્ડ ફ્લોર સુધીના વાયરો ચોરાયા, ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ગાંધીનગરઃ શહેરના સરગાસણ વિસ્તારમાં પામ રોડ પર આવેલી એક કન્સ્ટ્રક્શન સાઇટ દિવાળીના તહેવારો દરમિયાન બંધ હોવાનો લાભ ઉઠાવી તસ્કરો 14માં માળેથી ગ્રાઉન્ડ ફ્લોર સુધીના મુખ્ય ઇલેક્ટ્રિક ડક્ટ રૂમમાં […]

ભાવનગરમાં વૈશાલી ટોકિઝથી લાકડિયા પુલ સુધીના રોડ પર ઠેર ઠેર ખાડાઓ

રોડ પર ખાડાઓને લીધે અકસ્માતનો ભય, રોડ પરના દૂકાનદારો અને વેપારીઓ રજુઆત કરીને થાક્યા છતાંયે તંત્ર નિષ્ક્રિય, રોડ પર ખાડા પૂરવામાં નહીં આવે તો વેપારીઓ લડત આપશે ભાવનગરઃ શહેરમાં ચામાસા દરમિયાન તૂટેલા કેટલાક રસ્તાઓને હજુ મરામત કરવામાં આવ્યા નથી. ત્યારે શહેરના વૈશાલી ટોકિઝથી લાકડિયા પુલ સુધીના રોડ પર ઠેર ઠેર ખાડાંઓ પડ્યા છે. આ રોડ […]

રાજકોટ માર્કેટ યાર્ડમાં ખરીફ પાકની 1.5 લાખ મણની આવક, 2000 વાહનોની લાઈનો લાગી

યાર્ડમાં વાહનોમાંથી માલ ઉતારવા માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી, યાર્ડમાં મગફળી, સોયાબીન અને કપાસની સૌથી વધુ આવક, મગફળીનાં ટેકાના ભાવ કરતા ઓછા મળતા ખેડૂતોમાં અસંતોષ, રાજકોટઃ શહેરમા માર્કેટિંગ યાર્ડમાં ખરીફ પાકની ધૂમ આવક થઈ રહી છે. યાર્ડ બહાર રાતથી વાહનોની લાંબી લાઈનો લાગી જાય છે. માર્કેટિંગ યાર્ડમાં શનિવાર અને સોમવારના રોજ ખરીફ પાકની નોંધપાત્ર આવક […]

વડોદરાના આરટીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક 10મી નવેમ્બરથી 14 દિવસ બંધ રહેશે

ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકની એઆઈ આધારિત કામગીરી કરાશે, ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકમાં AI બેઝ સેન્સર તથા કેમેરા લગાવાશે, અરજદારોની એપોઇમેન્ટ રિશિડયુલ કરાશે, વડોદરાઃ શહેરમાં આરટીઓ કચેરીમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકને એઆઈ સેન્સર અને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી રહ્યો છે. તેના લીધે આગામી તા. 10મી નવેમ્બરથી 14 દિવસ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેશે. જે કોઈ અરજદારે આ સમય […]

સુરતમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, સિવિલ હોસ્પિટલમાં લાઈનો લાગી

ઝાડા-ઊલટી અને વાયરલ ઈન્ફેક્શનના કેસમાં થયો વધારો, ન્યુ સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારથી દર્દીઓની લાઈનો લાગી જાય છે, હોસ્પિટલમાં સારવાર માટે સૌથી વધુ દર્દીઓ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી આવી રહ્યા છે, સુરતઃ શહેરમાં વરસાદી વાતાવરણને લીધે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. જેના લીધે સરકારી અને ખાનગી દવાખાનામાં દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. શહેરની નવી સિવિલ હોસ્પિટલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code