1. Home
  2. Tag "viral news"

ઝઘડિયા દુષ્કર્મ-હત્યા કેસમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા ફરમાવી

અમદાવાદઃ ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં 10 વર્ષીય બાળકી પર થયેલા પાશવી બળાત્કાર અને હત્યાના કેસમાં ભરૂચની અંકલેશ્વર સેશન્સ કોર્ટે 72 દિવસની અંદર ચુકાદો આપતાં આરોપી વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારતા સમગ્ર રાજ્યમાં કડક ન્યાયના નવા યુગની શરૂઆતના સંકેત મળ્યા છે. આ ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ચુકાદો આપવામાં આવ્યો છે. કેસની હકીકત અનુસાર, 16 […]

ગોવામાં ધાર્મિક શોભાયાત્રા દરમિયાન ભાગદોડ, સાત વ્યક્તિના મોતની આશંકા

પણજીઃ ઉત્તર ગોવાના શિરગાંવમાં દર વર્ષે શ્રી લહરાઈ જાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં 50 હજારથી વધુ લોકો ભાગ લે છે. એક જગ્યાએ ઢાળ હોવાથી, ભીડ ઝડપથી એકસાથે ચાલવા લાગી, જેના કારણે અફરાતફરી સર્જાઈ. આ દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધવાની શક્યતા છે. ઉત્તર ગોવામાં એક ધાર્મિક શોભાયાત્રા દરમિયાન મોટી નાસભાગ મચી ગઈ. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા […]

IPL: બેંગલુરુ અને ચેન્નઈ વચ્ચે મેચ, RCB જીતશે તો પ્લેઓફમાં પહોંચનારી પહેલી ટીમ બનશે!

IPL 2025 ની 52મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે. આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે, જેમાં આરસીબી પ્લેઓફની રેસમાંથી પહેલાથી જ બહાર થઈ ગયેલી ચેન્નાઈને હરાવવા પર નજર રાખશે. આ સિઝનમાં, ચેન્નઈની ટીમે અત્યાર સુધીમાં 10 મેચ રમી છે અને ફક્ત 2 જીતી છે. તે જ સમયે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર […]

IPL : ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 38 રનથી હરાવ્યું

અમદાવાદઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની મેચ નંબર 51માં આજે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સને 38 રને જીત મેળવી છે. ગુજરાતે પહેલા બેટિંગ કરતા સનરાઇજર્સ હૈદરાબાદને 225 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેનો હૈદરાબાદની ટીમ સફળતાપૂર્વક પીછો કરી શકી નહીં. ટારગેટનો પીછો કરતા સનરાઈજર્સ હૈદરાબાદની શરૂઆત […]

પરિવારમાં ઉભા થતાં કોઇ પણ પહાડ જેવડા મોટા પ્રશ્નો રાઇના દાણા જેવા કેવી રીતે થઇ જાય ?

(પુલક ત્રિવેદી) એક પરિવારની વાત યાદ આવે છે. સાંજનો સમય હતો. ઓફિસથી આવીને ફ્રેશ થઈને સૌમિલ ડ્રોઇંગ રૂમમાં ટી.વી. ઉપર સમાચાર જોવા બેઠો. રીમોટ ઉપર આંગળા ફેરવતો હતો ત્યાં નિકિતાએ ચાનો કપ સૌમિલને આપતાં કહ્યું, ‘આપણો રાહુલ હમણાં હમણાંથી બહુ ખામોશ થઈ ગયો છે.’ ‘પરીક્ષા બરીક્ષા આવતી હશે; એટલે ઢીલો હશે યાર.’ સૌમિલે ચા પીતા […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોલેરા SIRના સર્વાંગી વિકાસના કામોની સમીક્ષા કરી

અમદાવાદ–ધોલેરા એક્સપ્રેસ–વેની 95 ટકા કામગીરી પૂર્ણ ભીમનાથ–ધોલેરા ફ્રેઈટ રેલવેલાઈન સહિત હોસ્પિટલ–સ્કૂલ– સુવિધાના કામો પ્રગતિમાં 300 મેગા વોટ સોલાર પાર્ક સહિત રોડ–અંડરગ્રાઉન્ડ સુવિધાઓ પ્લગ એન્ડ પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલીટીઝ પૂર્ણ ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ધોલેરા SIRના સર્વાંગી વિકાસના કામોની પ્રગતિની પ્રત્યક્ષ સમીક્ષા ધોલેરાની સ્થળ મુલાકાત લઈને કરી હતી. મુખ્યમંત્રીએ રાજ્યના વિવિધ વિકાસલક્ષી કાર્યોના મોટા પ્રોજેક્ટસની પ્રગતિ અને […]

વડોદરામાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સવાલ પૂછતા બે મહિલાને ધક્કા મારીને કાઢી મુકાઈ

બન્ને મહિલાએ હરણી બોટકાંટમાં ન્યાયની માગણી કરી હતી એજન્ડા અને પ્રી-પ્લાન સાથે આવ્યા હોય તો પણ પછી મળવાનું સીએમએ કહ્યું ક્રાઈમ બ્રાન્ચે બન્ને મહિલા અને તેના પતિની અટકાયત કર્યા બાદ મુક્ત કર્યા વડોદરાઃ શહેરમાં આજે દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 1156 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્તનો કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રીના ચાલુ કાર્યક્રમમાં હરણી […]

ભાવનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ

મૃત્યુ નોંધાણીની માહિતી મેળવીને મતદાર અધિકારી સ્થળ પર જઈને તપાસ કરશે બુથ લેવલ ઓફિસરને ફોટો ઓળખપત્ર આપવામાં આવશે વોટર સ્લીપની ડિઝાઇનમાં ફેરફાર કરાશે ભાવનગર:  જિલ્લામાં ગ્રામ પંચાયતોમાં ચૂંટણી પહેલા જ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. રાજ્યના ચૂંટણી વિભાગે મૃતકોના નામ કમીથી લઈને મતદાર યાદીમાં સુધારણા માટે આદેશ કરાયો છે. મતદાર સુધારણામાં બુથ લેવલ […]

લસણના ભાવમાં ઘટાડો થતાં ખેડુતો મુશ્કેલીમાં મુકાયા

લસણના ભાવમાં એક સપ્તાહમાં રૂપિયા 100 સુધીનો ઘટાડો નોંધાયો ગત વર્ષે લસણના ભાવ આસમાને પહોંચતા ખેડુતોએ વધુ વાવેતર કર્યું હતું રાજકોટ યાર્ડમાં રોજ 1500 કટ્ટા લસણની આવક રાજકોટઃ ગત વર્ષે લસણના ભાવ આસમાને પહોંચ્યા હતા. તેથી આ વખતે સારા ભાવ મળશે તેવી આશાએ સૌરાષ્ટ્રમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ લસણનું વાવેતર કર્યું હતુ. લસણનું ઉત્પાદન પણ સારૂએવું થયું […]

મહિલા કર્મીઓએ નોકરીમાં જોડાણ પહેલા માતૃત્વ ધારણ કર્યુ હશે તો પણ મેટરનીટી રજા મળશે

ગુજરાત સરકારે લીધો મહત્વાનો નિર્ણય ઘણી મહિલાઓએ નોકરીની ભરતી દરમિયાન માતૃત્વ ધારણ કર્યું હોય તો મેટરનીટી લીવ મળતી ન હતી મહિલાઓને પણ નોકરીમાં જોડાયા પછી 180 દિવસની સંપૂર્ણ માતૃત્વ રજા મળશે ગાંધીનગર:  ગુજરાત સરકારે મહિલા કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારના વિવિધ વિભાગોમાં મહિલા કર્મચારીઓની ભરતી થાય છે. નવી નિમણુંક થાય ત્યારે જો મહિલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code