ગટરના પ્રશ્ને ધારાસભ્ય હાર્દિક પટેલના કાર્યાલય પર મહિલાઓએ ગંદુ પાણી ફેંક્યું
વિરમગામમાં ગોળપીઠા વિસ્તારમાં ગટરના પ્રશ્ને મહિલાઓ વિફરી ધારાસભ્ય હાર્દિક પટેલ વિરૂદ્ધ નારેબાજી કરી વિરમગામ પોલીસે ગુનોં નોંધી તપાસ હાથ ધરી અમદાવાદઃ જિલ્લાના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલનું આંબેડકર બ્રિજ પાસે અવધ પ્લાઝા કોમ્પલેક્ષમાં કાર્યાલય આવેલું છે. શહેર અને તાલુકાના પ્રશ્નો માટે નાગરિકો કાર્યાલય પર રજુઆત માટે આવતા હોય છે. ત્યારે શહેરના ગોળપીઠા વિસ્તારની મહિલાઓ ગટરના પ્રશ્ને […]