1. Home
  2. ગુજરાતી
  3. હોર્મુઝની સુરક્ષા મુદ્દે ટ્રમ્પે સહયોગી દેશોના વલણ પર વ્યક્ત કરી નારાજગી
હોર્મુઝની સુરક્ષા મુદ્દે ટ્રમ્પે સહયોગી દેશોના વલણ પર વ્યક્ત કરી નારાજગી

હોર્મુઝની સુરક્ષા મુદ્દે ટ્રમ્પે સહયોગી દેશોના વલણ પર વ્યક્ત કરી નારાજગી

0
Social Share

ન્યૂયોર્ક, 17 માર્ચ 2026: પશ્ચિમ એશિયાના ભીષણ સંઘર્ષનો આજે 18મો દિવસ છે, ત્યારે આ યુદ્ધ હવે વૈશ્વિક રાજદ્વારી ખેંચતાણમાં ફેરવાઈ રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના અત્યંત મહત્વના દરિયાઈ માર્ગ ગણાતી ‘હોર્મુઝની સામુદ્રધુની’ની સુરક્ષા બાબતે પોતાના જ સહયોગી દેશો વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, હોર્મુઝની સામુદ્રધુનીને સુરક્ષિત રાખવી એ માત્ર અમેરિકાની જવાબદારી નથી. તેમણે અન્ય દેશોની ‘ધીમી પ્રતિક્રિયા’ ની આકરી ટીકા કરી છે. ટ્રમ્પે ઉમેર્યું કે, “આ દેશોએ આ અભિયાનમાં ઉત્સાહ સાથે જોડાવાને બદલે પીછેહઠ કરી રહ્યા છે. બ્રિટન અને ફ્રાન્સ જેવા દેશો પણ આ મુદ્દે ખૂબ જ અનિચ્છાએ જોડાઈ રહ્યા હોય તેવું જણાય છે.”

ટ્રમ્પના દબાણ વચ્ચે વિશ્વના અન્ય દેશોએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે. પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરે જણાવ્યું છે કે, બ્રિટન સહયોગી દેશો સાથે મળીને હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લો રાખવા માટે એક ‘વ્યવહારિક યોજના’ બનાવી રહ્યું છે, પરંતુ તેઓ ઉતાવળિયા સૈન્ય પગલાંના પક્ષમાં નથી. જર્મનીએ આ વિવાદથી અંતર જાળવતા સ્પષ્ટ કર્યું છે કે, આ યુદ્ધ એ NATO (નાટો) નો મુદ્દો નથી, તેથી તેમાં સૈન્ય હસ્તક્ષેપની જરૂર જણાતી નથી. જાપાન, ગ્રીસ, ઓસ્ટ્રેલિયા, પોલેન્ડ અને સ્વીડને પણ આ જટિલ સૈન્ય ભૂમિકામાં જોડાવા માટે કોઈ ખાસ રસ દાખવ્યો.

વધુ વાંચો: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે 4,300 થી વધુ ભારતીય ફ્લાઇટ્સ રદ થઈ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code