1. Home
  2. revoinews
  3. આણંદ કૃષિ યુનિવર્સિટીએ નેશનલ યુથ ફેસ્ટીવલમાં અનોખી સિદ્ધિ મેળવી
આણંદ કૃષિ યુનિવર્સિટીએ નેશનલ યુથ ફેસ્ટીવલમાં અનોખી સિદ્ધિ મેળવી

આણંદ કૃષિ યુનિવર્સિટીએ નેશનલ યુથ ફેસ્ટીવલમાં અનોખી સિદ્ધિ મેળવી

0
Social Share

આણંદ, 28 માર્ચ, 2026 – આણંદ કૃષિ યુનિવર્સિટીએ નેશનલ યુથ ફેસ્ટીવલમાં અનોખી સિદ્ધિ મેળવી છે. 39મા ઇન્ટર યુનિવર્સિટી નેશનલ યુથ ફેસ્ટીવલ 2025-26નું આયોજન સત્યબામા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ચેન્નાઇ ખાતે દરમ્યાન કરવામાં આવ્યું હતું. જેમાં આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદની 11 વિદ્યાર્થીનીઓની ફોક ડાન્સની ટીમે ભાગ લીધો હતો.

ફોક ડાન્સમાં ભાગ લીધેલી 24 યુનિવર્સિટીઓમાં આણંદ કૃષિ યુનિવર્સિટીની ટીમે રાષ્ટ્રીય સ્તરે અનોખી ઊર્જા, સુસંગતતા અને સમર્પણ સાથે નોંધપાત્ર પ્રદર્શન કરી ફોક ડાન્સ અને કલ્ચરલ પ્રોસેશનમાં ત્રીજું સ્થાન મેળવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. આણંદ કૃષિ યુનિવર્સિટીની આ ગૌરવશાળી સફળતા બદલ આણંદ કૃષિ યુનિવર્સિટીના નિયામક, વિદ્યાર્થી કલ્યાણ, ડૉ. દિનેશ એચ. પટેલે તમામ સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા. ટીમ મેનેજર તરીકે ડૉ. ઉલ્પા પટેલ, મદદનીશ પ્રાધ્યાપકે ફરજ બજાવી હતી.

આ પણ વાંચોઃ સ્કોપઃ પંચમહાભૂતમાં સમાયેલા 105 તત્વોનું નિર્માણ કેવી રીતે થયું?

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code