કેલિફોર્નિયાના ટ્રોના એરપોર્ટ નજીક US એરફોર્સનું F-16 ફાઇટર જેટ ક્રેશ,પાયલોટનો બચાવ
અમેરિકન એરફોર્સના વિશ્વસનીય ફાઇટર પ્લેન F-16ની વિશ્વસનીયતાને મોટો ફટકો પડ્યો છે. બુધવારે (3 ડિસેમ્બર)ના રોજ કેલિફોર્નિયાના ટ્રોના એરપોર્ટ નજીક યુએસ એરફોર્સનું એક F-16 ફાઇટર જેટ ક્રેશ થયું હતું.
આ દુર્ઘટના બુધવારે સ્થાનિક સમય મુજબ સવારે 10.45 વાગ્યે ડેથ વેલીના દક્ષિણમાં આવેલા એક દૂરના રણ વિસ્તારમાં બની હતી. જમીન પર અથડાયા બાદ ફાઇટર જેટમાં ભીષણ વિસ્ફોટ થયો અને તે ધુમાડાના ગોળામાં ફેરવાઈ ગયું હતું. ઓનલાઈન પોસ્ટ કરાયેલા ફૂટેજમાં ક્રેશ સાઇટ પરથી જમીન ઉપર કાળા ધુમાડાના વાદળ ફેલાતા સ્પષ્ટપણે જોઈ શકાયા હતા.
સૌથી રાહતની વાત એ છે કે આ ગંભીર દુર્ઘટનામાં પાયલટ સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. યુએસ એરફોર્સે એક નિવેદન બહાર પાડીને આ ફાઇટર પ્લેન ક્રેશની સત્તાવાર પુષ્ટિ કરી છે અને ઘટનાના કારણો જાણવા માટે તપાસ શરૂ કરી છે.


