1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્યમાં 181 અભયમ ટીમે આઠ વર્ષમાં 2.75 લાખ મહિલાઓને બચાવ અને મદદ પહોંચાડી
રાજ્યમાં 181 અભયમ ટીમે આઠ વર્ષમાં 2.75 લાખ મહિલાઓને બચાવ અને મદદ પહોંચાડી

રાજ્યમાં 181 અભયમ ટીમે આઠ વર્ષમાં 2.75 લાખ મહિલાઓને બચાવ અને મદદ પહોંચાડી

0
Social Share

રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે મહિલા અને બાળકોના કલ્યાણ અર્થે વિવિધ યોજનાઓનું અમલીકરણ કર્યું છે. જે અન્વયે વર્ષ 2015થી મહિલાઓની સુરક્ષા અને રક્ષણ માટે ‘181 અભયમ મહિલા હેલ્પલાઇન’ની શરૂઆત કરાઈ હતી. હરહંમેશ મહિલાઓની સુરક્ષાની ખેવના કરતી ગુજરાત સરકારે અભયમ હેલ્પલાઈન થકી અનેક વિદ્યાર્થીનીઓ, યુવતીઓ, ઘરેલુ હિંસાનો ભોગ બનતી મહિલાઓ અને સીનિયર સિટિઝન મહિલાઓના જીવનમાં ખુશીઓ લાવી છે.

રાજકોટ જિલ્લાની અભયમ ટીમ વિશે વાત કરીએ તો પારિવારિક હૂંફ સાથે મહિલાઓને રક્ષણ અને મનોબળ પૂરું પાડીને આ ટીમ ખુબ સુંદર કામગીરી કરી રહી છે. વર્ષ 2023માં 181 અભયમ હેલ્પલાઈને 3533 પીડિત મહિલાઓને ઘટના સ્થળ ઉપર જ મદદ કરી છે. જેમાંથી 2263 જેટલા કિસ્સાઓનું કુશળ કાઉન્સેલિંગ કરી સ્થળ પર જ સમાધાન કરીને નિરાકરણ લાવવામાં આવ્યું છે. જયારે ગંભીર પ્રકારની સમસ્યાવાળા 1178  પીડિતાઓને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટર સહિતની મહિલાલક્ષી સંસ્થાઓ સુધી લઈ જવામાં મદદરૂપ બની છે.

આ તકે રાજકોટ જિલ્લાના અભયમ ટીમના પ્રોજેકટ કો-ઓર્ડીનેટર તુષાર બાવરવાએ મહિલાઓને સુરક્ષાનું અભય કવચ પૂરું પાડતી અભયમ હેલ્પલાઈન વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા કાર્યાન્વિત અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસીઝ દ્વારા સંચાલિત એક અભિનવ હેલ્પલાઇન તરીકે અભયમ 181 મહિલા હેલ્પલાઇન મહિલાઓ માટે હંમેશા આશીર્વાદરૂપ સાબિત થઇ છે. ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિ અને પ્રોજેક્ટ હેડ  નરેન્દ્રસિંહ ગોહિલનાં માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અભયમ સેવા અસરકારતાથી આગળ વધી રહી છે.

મહિલાઓ પર થતા શારીરિક, માનસિક, ઘરેલુ હિંસાના કિસ્સાઓ, કામનાં સ્થળે જાતિય સતામણી,  લગ્નજીવનના વિખવાદો, લગ્નેતર સંબંધ, મનોરોગી મહિલાઓની સમસ્યાઓ, બાળ લગ્ન, બિન જરૂરી ફોન કોલ, મેસેજથી હેરાનગતિ, મહિલાને મિલકતમાં ભાગીદારી, છેડતી, સાયબર ક્રાઇમ, અપહરણ, બળાત્કાર કે અન્ય પ્રકારના કિસ્સાઓમાં 181ની ટીમ મહિલાઓને મદદરૂપ બની હતી. અભયમ ટીમના અસરકારક કાઉન્સેલિંગ દ્વારા પરિવારને વિખરાતા બચાવ્યાની અનોખી કામગીરી કરવામાં આવી રહી છે તેમ તુષાર બાવરવાએ ઉમેર્યુ હતું.

ગુજરાત રાજ્યમાંથી વર્ષ 2015થી અત્યાર સુધીમાં કુલ 13.67 લાખ જેટલી પીડિત મહિલાઓએ સલાહ – સૂચન, મદદ અને બચાવ માટે 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કર્યા છે. જેમાંથી ખાસ કિસ્સાઓમાં ઘટના સ્થળે પહોંચી 2.75 લાખ મહિલાઓને રેસ્કયુ ટીમે બચાવ અને મદદ પહોંચાડી હતી.

આમ, અભયમ સેવા સરકારના અન્ય વિભાગો સાથેનું મજબુત સંકલન, સુસજ્જ ટેકનિકલ માળખુ, પ્રોફેશનલ ટીમ, સ્ટેક હોલ્ડર સાથે સંકલન અને સેવાભાવનાની કટિબદ્ધતાથી ઝડપી સેવાઓ પહોંચાડવામાં અસરકારકતાથી કાર્ય કરે છે. અભયમ મોબાઈલ એપ્લિકેશન, અભયમ પોલિસ હેલ્પ ડેસ્ક પણ ઝડપી સેવાઓમા ઉપયોગી સાબિત થઇ રહયા છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code