રશિયામાં સેનાનું એએન-26 વિમાન ક્રેશ થતા 29 લોકોના મોત
મોસ્કો, 1 એપ્રિલ 2026: રશિયામાં સેનાનું એએન-26 વિમાન ક્રેશ થતા 29 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના બુધવારે સવારે ક્રીમિયામાં થઈ હતી. રશિયાના રક્ષા મંત્રાલયે પુષ્ટી કરી છે કે, દુર્ઘટનામાં 6 ક્રૂ મેમ્બર અને 23 મુસાફરો સહિત કુલ 29 લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, આ વિમાને મંગળવારે મોડીરાત્રે ક્રીમિયા પ્રાયદ્વીપથી એક નિર્ધારિત ઉડાન પર હતું, તે સમયે સંપર્ક તૂટી ગયો હતો. વિમાન ચટ્ટાન સાથે ટકરાતા આ દુર્ઘટના સર્જાઈ હતી.
રાહત અને બચાવકાર્ય દળોએ દુર્ઘટના કયા સ્થળે સર્જાઈ તેની માહિતી મેળવી લીધી હતી. વિમાનમાં કુલ કેટલા મુસાફરો સવાર હતા, તે અંગે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી. નોંધનીય છે કે, એએન-26 વિમાન એક સૈન્ય પરિવહન વિમાન છે, જે અનેક દાયકાઓથી ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. જે સામાન્ય રીતે 40 મુસાફરોનું વહન કરી શકે છે.
વધુ વાંચો: કુવૈતથી 20 ભારતીયોના પાર્થિવ દેહ કોચ્ચિ લવાયા, વિવિધ દૂર્ઘટનામાં થયા હતા મોત


