
દેશમાં ઓક્સફર્ડની વેક્સિનના 5 કરોડ ડૉઝ તૈયાર– મહિનાના અંતમાં બ્રિટન ઈમરજન્સીના ઉપયોગ માટે આપી શકે છે મંજુરી
- ભારતમાં ઓક્સફઓર્ડની વેક્સિનના 5 કરોડ ડોઝ તૈયાર
- 29 ડિસેમ્બર સુધીમાં બ્રિટન મંજુરી આપે તેવી શક્યતાઓ
દિલ્હીઃ-સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે ત્યારે અનેક વેક્સિનને લઈને પણ સારા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે, ત્યારે હવે ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિનના લગભગ પાંચ કરોડ ડૉઝ ભારતમાં તૈયાર થઇ ચૂક્યા હોવાની માહિતી મળી રહી છે,
આ માહિતી બ્રિટનના મીડિયા હેઠળ રજુ કરવામાં આવી છે બ્રિટિશ અખબાર ધ ટેલિગ્રાફમાં આ એક એહવાલ રજુ કરવામાં આવ્યો છે,આ સાથે જ ડિસેમ્બરમના અંતમાં આ વેક્સિનને મંજુરી આપવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
આ પહેલા પણ અમેરિકામાં બનેલી ફાઇઝર અને મોડર્ના વેક્સિનને ઇમર્જન્સી ના ઉપયોગ માટે પરવાનગી મળી ચૂકી છે. હવે આ મહિનાના અંત સુધીમાં જો બ્રિટન આ વેક્સિનના ઈમરજન્સીના ઉપયોગ માટે મંજુરી આપશે તો આવનારા મહિના જાન્યુઆરીમાંઆ વેક્સિનનો ડોઝ આપવાની શરુઆત થઈ ષકે છે.આ સમગ્ર બાબતે સોમવારના રોજ 21મી ડિસેંબરે રેગ્યુલેટરી ઑથોરિટીને ફાઇનલ ડેટા સોંપવામાં આવશે.
બ્રિટનને આ વેક્સિનની મંજુરી આપ્યા બાદ વેક્સિનના ડોઝ પવા માટેનો એક મોટો તૈયાર કર્યો છે. ખુબ જ મોટા પ્રમાણમાં આ વેક્સિન બ્રિટનના લોકોને આપવામાં આવી શકે છે, હાલ બ્રિટનમાં ફાઈઝરની વેક્સિન આપવાની શરુઆત મોટા પાયે કરવામાં આવી ચૂકી છે.ત્યારે હવે બ્રિટન ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિનને મંજુરી આપે તેની રાહ જોવાઈ રહી છે જેના ડોઝ ભઆરતમાં તૈયાર થઈ ચૂક્યા છે.
સાહિન-