
મૂળ ભારતીય એવા 64 વર્ષિય જજને દક્ષિણ આફ્રીકામાંની સર્વોચ્ચ ન્યાયિક બેંચમાં નિમણૂક કરાયા
- નરેન્દ્ર જોડી કોલાપેનની આફ્રીકામાંની સર્વોચ્ચ ન્યાયિક બેંચમાં નિમણૂક
- આ પહેલા તેઓ આ પદના ઈન્ટર્વ્યૂ માટે બે વખત નિષ્ફળ રહ્યા
દિલ્હીઃ- મૂળ કેટલાક એવા ભારતીયો છે કે જે દેશની બહાર વિદેશમાં ફરજ બાવી રહ્યા છે અને દેશનું નામ રોશન કરી રહ્યા છએ, તેઓ ઉચ્ચ હોદ્દાઓ પર પોતાનું સ્થાન ગ્રહણ કરી ભારતને નવી ઉપલબ્ધીઓ અપાવી રહ્યા છે. ત્યારે હવે ભારતીય મૂળના જજ નરેન્દ્રન જોડી કોલાપેનને દક્ષિણ આફ્રિકામાં મોટી સફળતા મળી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સુપ્રીમ જ્યુડિશિયલ બેંચના સભ્ય તરીકે તેમને નિયુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ શુક્રવારે જાહેર મુલાકાતોની લાંબી પ્રક્રિયા પછી બંધારણીય અદાલતમાં નવીનતમ ઉમેરાઓ તરીકે 64 વર્ષીય કોલાપેન અને રામામાકા સ્ટીવન મેથોપોની નિમણૂકની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે કોલાપેન અને માથોપો એવા પાંચ ઉમેદવારોમાં સામેલ છે જેમની આ વર્ષે ઓક્ટોબરમાં બે ખાલી જગ્યાઓ માટે ભલામણ કરવામાં આવી હતી. બંને 1 લી જાન્યુઆરી, 2022 થી પોતાનો કાર્યભાર સંભાળશે.
જાણકારી મુજબ, બંધારણીય અદાલતમાં નિમણૂક માટે કોલાપેનનો બે વાર ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો, પરંતુ તે જ સંસ્થાના કાર્યકારી ન્યાયાધીશ તરીકે બે ટર્મ સેવા આપવા છતાં તે અસફળ રહ્યા હતા. પ્રેસિડેન્સીએ નોંધ્યું હતું કે કોલાપેન અને માથોપોએ કાનૂની વ્યવસાય અને ન્યાયતંત્રમાં શ્રેષ્ઠ કારકિર્દી બનાવી છે.
નરેન્દ્રન ‘જોડી’ કોલાપેન, જે હવે હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે તેમના પદ પરથી ઉન્નત થઈ ગયા છે, તેમણે 1982માં કાયદાકીય પ્રેક્ટિસ શરૂ કરી હતી, જે મોટાભાગે જાહેર હિતના કાર્યો પર કેન્દ્રિત હતી.
આ સાથે જ તેઓ વર્ષ 1993માં લોયર્સ ફોર હ્યુમન રાઈટ્સમાં જોડાયા અને 1995માં તેના રાષ્ટ્રીય નિર્દેશક બન્યા, આ પદ તેઓ 1996ના અંત સુધી સંભાળતા હતા. 1997 માં, તેમણે દક્ષિણ આફ્રિકાના માનવ અધિકાર કમિશનના કમિશનર તરીકે પદ સંભાળ્યું અને 2002 થી 2009 સુધી સાત વર્ષ સુધી કમિશનના અધ્યક્ષ તરીકે સેવા આપી.ત્યાર બાદ એપ્રિલ 2016માં દક્ષિણ આફ્રિકાના કાયદા સુધારણા આયોગના અધ્યક્ષ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી.ત્યારે હવે તેમણે પોતાના પદમાં આગળ વધીને વધુ એક સિદ્ધી મેળવી લીઘી છે.