1. Home
  2. ગુજરાતી
  3. દુનિયા વિશ્વ યુદ્વના આરે હોવાની રશિયન મિલિટરી એક્સપર્ટની ચેતવણી
દુનિયા વિશ્વ યુદ્વના આરે હોવાની રશિયન મિલિટરી એક્સપર્ટની ચેતવણી

દુનિયા વિશ્વ યુદ્વના આરે હોવાની રશિયન મિલિટરી એક્સપર્ટની ચેતવણી

0
Social Share

નવી દિલ્હી: કોરોના સામેની લડાઇની વચ્ચે હવે વિશ્વ પર યુદ્વનો ખતરો મંડરાઇ રહ્યો છે. રશિયાના સૈન્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, આગામી ચાર સપ્તાહમાં વિશ્વમાં વિશ્વ યુદ્વની સ્થિતિ સર્જાઇ શકે છે.

આ આગાહી જો ખરેખર સાચી પડે તો કોરોનાની મહામારી વચ્ચે યુદ્વ છેડાય તેવી કલ્પના માત્રથી રુંવાડા ઉભા થઇ જાય છે. વિશ્વ યુદ્વની આગાહી પાછળનું કારણ રશિયા અને યુક્રેનની સીમા પર બંને દેશો વચ્ચે વધી રહેલો તણાવ છે. સૈન્ય નિષ્ણાતો અનુસાર, આ સ્થિતિ ના સુધરે તો એક મહિનાની અંદર વિશ્વને કોરોના સંકટ વચ્ચે ભીષણ યુદ્વનો સામનો કરવો પડી શકે એમ છે.

રશિયાએ તણાવ વધતો જોઇને વિવાદિત સીમા પર પોતાના 4,000 સૈનિકોને મોકલ્યા છે. જેની સાથોસાથ ટેન્કો અને બીજા બખ્તરબંધ વાહનો પણ રવાના કરાયા છે. જેને કારણે હાલ યુરોપ હાઇ એલર્ટ પર છે.

રશિયન મિલિટરી એક્સપર્ટ પાવેલ ફેલગેનહરનુ કહેવુ છે કે, જે પ્રકારની સ્થિતિ છે તે જોતા લાગે છે કે, આગામી દિવસોમાં યુરોપીય યુધ્ધ કે વિશ્વ યુધ્ધ જેવો મોટો ખતરો સામે આવી શકે છે. આ ખતરો બહુ ઝડપથી વધી રહ્યો છે. મીડિયામાં ભલે તેના પર ચર્ચા ના થઈ રહી હોય પણ અમને બહુ ખરાબ સંકેતો જ દેખાઈ રહ્યા છે.

તેમનુ કહેવુ છે કે, જો રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ થયુ તો તે બે દેશો સુધી સીમિત નહીં રહે. તે યુરોપના બીજા દેશો કે વિશ્વ સ્તરે પણ ફેલાઈ શકે છે.કારણકે રશિયા અને યુક્રેન વચ્ચેના તનાવ બાદ યુરોપિયન દેશોએ પણ પોતાની સેનાને હાઈ એલર્ટ કરી દીધી છે.

યુક્રેનના આર્મી ચીફે સંસદમાં કહ્યુ હતુ કે, રશિયાનુ વલણ ભારે આક્રમક છે. સીમા પર રશિયાએ સૈનિકોની તૈનાતી વધારી દીધી છે. જોકે રશિયાનુ કહેવુ છે કે, અમે કોઈ જાતના યુધ્ધની તૈયારી કરી રહ્યા નથી.

વિશ્વ યુધ્ધની આગાહી પાછળનુ એક કારણ એ પણ છે કે અમેરિકા અને રશિયા વચ્ચે હાલ સારા સબંધો નથી. યુક્રેન એમ પણ અમેરિકાની નિકટ છે. જો રશિયા યુક્રેનને નુકસાન પહોંચાડે તો અમેરિકા યુક્રેનની મદદ કરે તેવી શકયતા છે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code