1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. CM ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં કોને કયાં ખાતા ફાળવાયા, જાણો
CM ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં કોને કયાં ખાતા ફાળવાયા, જાણો

CM ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં કોને કયાં ખાતા ફાળવાયા, જાણો

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ભાજપના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની આજે શપથ વિધી યોજાઈ હતી. જેમાં રાજેન્દ્ર ત્રિવેદી અને જીતુ વાઘાણી સહિત 10 કેબિનેટ મંત્રીઓ અને 14 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યાં હતા. જેમાં હર્ષ સંધવી સહિત પાંચ રાજ્યકક્ષાના મંત્રીઓને સ્વતંત્ર્ય હલાવો સોંપવામાં આવ્યો છે. દરમિયાન આજે ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં આજે મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક મળી હતી. જેમાં તમામ મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે. કેબિનેટની બેઠકમાં મંત્રીઓના ખાતાની ફાળવણી બાદ મુખ્યમંત્રી અને મંત્રીમંડળ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ પહોંચ્યાં હતા. પ્રદેશ કાર્યાલય ખાતે નવા મંત્રીઓનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

    નામ             વિષય ફાળવણીની વિગત

ભૂપેન્દ્ર પટેલ- સા.વ.વિ., વહીવટી સુધારણા અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, માહીતી અને પ્રસારણ, પાટનગર  યોજના, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, ઉદ્યોગ, ખાણ અને ખનીજ, નર્મદા, બંદરો, તમામ નીતિઓ અને અન્ય કોઈ મંત્રીશ્રીઓને ફાળવાયેલ ન હોય તેવા વિષયો / વિભાગો

  • કેબીનેટ મંત્રી

રાજેન્દ્ર ત્રિવેદી-   મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો

જીતુ સવજીભાઈ વાઘાણી-  શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ), ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વિજ્ઞાન અને પ્રાઉધ્યોગિક

રૂષિકે ગણેશભાઈ પટેલ- આરોગ્ય પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપત્તિ અને પાણી પુરવઠો

પૂર્ણેશ મોદી- માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરીક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ

રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલ- કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન

કનુભાઈ મોહનલાલ દેસાઇ- નાણા, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ

કીરીટસિંહ જીતુભા રાણા- વન, પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી

નરેશભાઈ મગનભાઈ પટેલ- આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા

પ્રદિપસિંહ ખનાભાઈ પરમાર-  સામાજીક ન્યાય અને અધિકારીતા

અર્જુનસિંહ ઉદેસિંહ ચૌહાણ-  ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ

 

  • રાજયકક્ષાના મંત્રીશ્રી (સ્વતંત્ર હવાલો)

હર્ષ રમેશકુમાર સંઘવી- રમત, ગમત, યુવક સેવા અને સાંસ્કૃતીક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી, આબકારી, જેલ, સરહદી સુરક્ષા (સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, આપત્તિ વ્યવસ્થાપન

જગદીશ વિશ્વકર્મા- કુટિર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ(સ્વતંત્ર હવાલો), ઉદ્યોગ, વન પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ, પ્રીન્ટીંગ અને સ્ટેશનરી

બ્રીજેશ મેરજા- શ્રમ, રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ

જીતુભાઈ હરજીભાઈ ચૌધરી- કલ્પસર અને મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠો

મનીષાબેન વકીલ- મહિલા અને બાળ કલ્યાણ (સ્વતંત્ર હવાલો), સામાજીક ન્યાય અને અધિકારીતા

  • રાજયકક્ષાના મંત્રી

મુકેશભાઈ ઝીણાભાઈ પટેલ- કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ

નિમિષાબેન સુથાર- આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ

અરવિંદભાઈ રૈયાણી- વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ

કુબેરભાઈ ડીંડોર- ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને  સંસદીય બાબતો

કિર્તીસિંહ પ્રભાતસિંહ વાઘેલા- પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ

ગજેન્દ્રસિંહ ઉદેસિંહ પરમાર- અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતો

આર. સી. મકવાણા- સામાજીક ન્યાય અને અધિકારીતા

વિનોદભાઈ અમરશીભાઈ મોરડીયા- શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ

દેવાભાઈ પુંજાભાઈ માલમ- પશુપાલન અને ગૌ સંવર્ધન

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code