1. Home
  2. ગુજરાતી
  3. વર્લ્ડકપ 2019: ભારતના વર્લ્ડકપ મિશન પર પાણી ન ફેરવી દે હવામાન, સાઉથેમ્પ્ટનના આકાશમાં ઘેરાયાં વાદળા
વર્લ્ડકપ 2019: ભારતના વર્લ્ડકપ મિશન પર પાણી ન ફેરવી દે હવામાન, સાઉથેમ્પ્ટનના આકાશમાં ઘેરાયાં વાદળા

વર્લ્ડકપ 2019: ભારતના વર્લ્ડકપ મિશન પર પાણી ન ફેરવી દે હવામાન, સાઉથેમ્પ્ટનના આકાશમાં ઘેરાયાં વાદળા

0
Social Share

ભારતીય ટીમ બુધવારે આઇસીસી વર્લ્ડકપ-2019ની પોતાની પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાનો સામનો કરશે. સાઉથેમ્પ્ટનનું રોઝ બાઉલ ક્રિકેટ ગ્રાઉન્ડ પહેલીવાર વર્લ્ડકપની યજમાની માટે તૈયાર છે. આ મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 3.00 વાગે શરૂ થશે. તે પહેલા 2.30 વાગે ટોસ કરવામાં આવશે.

સાઉથેમ્પ્ટનમાં રમાનારી આ મેચમાં હવામાન કેલો સાથ આપે છે તેના પર તમામની નજરો છે. મેચના એક દિવસ પહેલા ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ જેવો રોઝ બાઉલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ માટે પગ મૂક્યો કે ત્યાં ભારે વરસાદે તેમનું સ્વાગત કર્યું. ટીમ ઇન્ડિયા પ્રેક્ટિસ કરી શકી નહીં.

ઇંગ્લેન્ડના હવામાન પર નજર નાખીએ તો વરસાદ ગમે ત્યારે તેની અસર દર્શાવી શકે છે. પ્રવર્તમાન વર્લ્ડકપની કેટલીક પ્રેક્ટિસ મેચો ઉપરાંત એક દિવસ પહેલા જ કાર્ડિફમાં અફઘાનિસ્તાન-શ્રીલંકા મેચ વરસાદને લીધે અટકી ગઈ હતી.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, સાઉથેમ્પ્ટનમાં બુધવારે વાદળ છવાયેલા રહેશે. અહીંયા વરસાદની ભવિષ્યવાણી કરવામાં આવી છે. એક બ્રિટિશ હવામાન અધિકારીએ કહ્યું, ‘બપોરે વરસાદ પડવાની સંભાવના છે, પરંતુ બહુ વધારે નહીં.’ રોઝ બાઉલની પીચ બેટિંગ માટે અનુકૂળ માનવામાં આવે છે. જે ટીમ ટોસ જીતશે, પહેલા બેટિંગ કરવાનું પસંદ કરશે.

રોઝ બાઉલમાં ભારતીય ટીમે અત્યાર સુધી ત્રણ વનડે ઇન્ટરનેશનલ રમી છે, જેમાંથી તેને એકમાં જીત અને બેમાં હાર મળી છે. ટીમ ઇન્ડિયાએ આ મેદાન પર એકમાત્ર જીત 2004માં કેન્યા વિરુદ્ધ નોંધાવી હતી. દક્ષિણ આફ્રિકા ઉપરાંત અફઘાનિસ્તાન (22 જૂન) સામે પણ ભારત આ જ મેદાન પર રમશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code