1. Home
  2. ગુજરાતી
  3. દુનિયાના સૌથી અમીર વ્યક્તિની માતા સુવે છે ગેરેજમાં,એલન મસ્કની માતાએ જણાવી આખી વાત
દુનિયાના સૌથી અમીર વ્યક્તિની માતા સુવે છે ગેરેજમાં,એલન મસ્કની માતાએ જણાવી આખી વાત

દુનિયાના સૌથી અમીર વ્યક્તિની માતા સુવે છે ગેરેજમાં,એલન મસ્કની માતાએ જણાવી આખી વાત

0
Social Share

દિલ્હી:દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક આજે કોઈ ઓળખના મોહતાજ નથી. પરંતુ તેની માતાએ એવો ખુલાસો કર્યો છે કે જેને સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.મસ્કની માતા મેયી મસ્કે કહ્યું છે કે, જ્યારે તે તેના અબજોપતિ પુત્રને મળવા માટે અમેરિકાના ટેક્સાસ જાય છે ત્યારે તેને ગેરેજમાં સૂવું પડે છે. મેયી મસ્ક દ્વારા આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો હતો.આ સાથે 74 વર્ષીય મોડલ અને એક્ટિવિસ્ટે અબજોપતિ બિઝનેસમેન મસ્ક વિશે ઘણી મહત્વની વાતો જણાવી છે.

એલન મસ્કની માતાએ જણાવ્યું કે,તેમના પુત્રને પ્રોપર્ટી વગેરેમાં બિલકુલ રસ નથી.હકીકતમાં, જ્યારે તે ટેક્સાસમાં તેના પુત્રને મળવા જાય છે, ત્યારે તેને ગેરેજમાં સૂવું પડે છે. એલન  મસ્કની નેટવર્થ 229 અરબ ડોલર નજીક છે.મેયી મસ્કએ કહ્યું કે, રોકેટ સાઈટની નજીક તમારું આલીશાન ઘર ન હોઈ શકે.

એપ્રિલમાં એલન મસ્કે જણાવ્યું હતું કે,તેની પાસે કોઈ ઘર નથી. તે તેના મિત્રોના ઘરે રહે છે. તેણે TED હેડ ક્રિસ એન્ડરસન સાથેની મુલાકાતમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. પછી તેણે કહ્યું, ‘મારી પાસે હજી મારું પોતાનું ઘર પણ નથી. હું ખરેખર મારા મિત્રો સાથે રહું છું. મસ્કએ પાછળથી જાહેર કર્યું કે તેની પાસે બોકા ચિકામાં રહેઠાણ છે, જે તેણે સ્પેસએક્સ પાસેથી 50,000 ડોલરમાં ભાડે લીધું હતું. 2020માં તેણે પોતાની તમામ પ્રોપર્ટી વેચવાનું કહ્યું હતું.

તેની માતાએ કહ્યું હતું કે, તેને મંગળ પર જવામાં રસ નથી.આ માટે તમારે છ મહિના અલગ રહેવું પડશે જેની મને જરૂર નથી, પરંતુ જો મારો પુત્ર ઈચ્છે છે કે હું તે કરું તો હું કરીશ.મેયીને   ત્રણ બાળકો છે.એલન મસ્ક સૌથી મોટા છે, ત્યારબાદ કિંબલ અને ટોસ્કા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code