તળાજા તાલુકામાં નાના ડેમો તળિયા ઝાટક, હમિપર ડેમમાં માત્ર 23 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ
ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં ગતચોમાસા દરમિયાન સારા વરસાદને કારણે નાના-મોટા તમામ ડેમો છલોછલ ભરાય ગયા હતા. તેના લીધે એક વર્ષ માટે સિંચાઈને પ્રશ્ન હલ થઈ ગયો હોવાનું ખેડુતો માનતા હતા. પરંતુ તળાજા તાલુકામાં તમામ નાના ડેમમાં હવે તળિયા દેખાવા લાગ્યા છે. બાકી જે મોટા ડેમાં છે એમાં પણ પાણીનું લેવલ ઘટવા લાગ્યું છે. એટલે આગામી ઉનાળા દરમિયાન સિંચાઈ માટેના પાણીનો મોટો પ્રશ્ન ઊભો થશે. તેમ લાગી રહ્યું છે.
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં શિયાળાના પ્રારંભે જ ખેતીમાં પિયત માટે મુશ્કેલી પડે એવી સ્થિતિ જણાઈ રહી છે. તળાજાના સદભાગ્ય કે શેત્રુંજી ડેમમાં હાલ 32 ફૂટ 03 ઇંચ પાણી છે તેથી તેનો કરકસર યુક્ત ઉપયોગ કરવામાં આવે તો કમાન્ડ વિસ્તારમાં સંતોષકારક રીતે પિયત આપી શકાય તેમ છે.પરંતુ શેત્રુંજી જળાશય સિવાય નાના ડેમો પીંગળી અને મામસી ડેમ શિયાળાના પ્રારંભે જ તળીયા ઝાટક સ્થિતિમાં આવી ગયા છે. આ ઉપરાંત હમીરપરા ડેમમાં હાલ માત્ર 23 ટકા જેટલું જ પાણી હોવાનું જાણવા મળેલ છે,જેનાથી અસરગ્રસ્ત ટૂંકા વિસ્તારમાં એકાદ પિયત આપી શકાય પરંતુ હકીકતે આ નાના ડેમ આધારીત આ વિસ્તારમાં આવતા 25 જેટલા ગામોને ઇરીગેશન પિયતના અભાવે શિયાળુ અને ઉનાળુ ખેતી થઇ શકે તેવી સ્થિતિ નથી. જેથી સિંચાઇ વિભાગ દ્વારા આગામી સમયમાં આ તમામ ડેમને સૌની યોજના હેઠળ આવરી લેવાની ખાસ જરૂરિયાત છે. સિંચાઇ વિભાગ દ્વારા ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી જળાશયમાં અગાઉનાં વર્ષે આંશિક રીતે પ્રાયોગિક ધોરણે “સૌની યોજના” હેઠળ પાણી ભરવાનું શરૂ કરાયું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે, શેત્રુંજી યોજના સિવાયના નાના ડેમોના લાભાર્થી ગામો તળાજા તાલુકાનાં હમીરપરા, પીંગળી અને મામસી સહિત નાના ડેમો દ્વારા દિહોર રાજપરા વિસ્તારનાં બાખલકા, નાની મોટી માંડવાળી, દિહોર,ભદ્રાવળ, મામસી હમીરપરા, સમઢીયાળા, ચુડી, સાંખડાસર નં 2, પાંચ પીપળા સહિતનાં ઘણા ગામોની 50 ટકાથી વધુ જમીનને શેત્રુંજી જળાશય આધારીત નહેર યોજનાનો લાભ મળતો ન હોય અને શિયાળામા જ આ ડેમો ડુકી જાય છે આ ડેમોને જીવંત રાખવા માટે સૌની યોજના લીંક 2 માં સમાવેશ કરવામાં આવે તો આ વિસ્તારની હજારો એકર જમીન લીલીછમ રહે તેમ છે.
કાર્યપાલક ઈજનેરની કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ શેત્રુંજી નહેર કમાન્ડ વિસ્તારમાં પિયત માટે પાણી છોડવા અંગે સિંચાઈ વર્તુળ વર્તુળ ભાવનગર કા.પા. ઇજનેરની ઉપસ્થિતિમાં સિંચાઈ સલાહકાર સમિતિની વખતો વખત મળતી બેઠકમાં પિયત માટે પાણી છોડવાનો નિર્ણય થાય છે અને આગામી સમયમાં સમિતિની સમીક્ષા બેઠકમાં (રબી) શિયાળું પિયત માટે શેત્રુંજી ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય થશે,