1. Home
  2. ગુજરાતી
  3. ગો ફર્સ્ટ એરલાઈન્સ એ ફરી 25 જુલાઈ સુધી પોતાની ફ્લાઈટ રદ કરી,જાણો શું બતાવ્યું આ માટેનું કારણ
ગો ફર્સ્ટ એરલાઈન્સ એ ફરી 25 જુલાઈ સુધી પોતાની ફ્લાઈટ રદ કરી,જાણો શું બતાવ્યું આ માટેનું કારણ

ગો ફર્સ્ટ એરલાઈન્સ એ ફરી 25 જુલાઈ સુધી પોતાની ફ્લાઈટ રદ કરી,જાણો શું બતાવ્યું આ માટેનું કારણ

0
Social Share

દિલ્હીઃ- દેશની ગો ફર્સ્ટની એરલાઈન્, છેલ્લા કેટલાક મહિનાઓથી સમાચારોમાં છે સતત પોતાની ફ્લાઈટ રદ કરવાના કારણે તે ચર્ચામાં રહે છે દેવાળીયામાં ડબેલી ગો ફર્સ્ટ એ પોતાનાનું સંચાલન મે મહિના થી અટકાવ્યું હતું જો કે થોડા દિવસ અગાઉ ડીદીસીએ તેને ઉડાન ભરવાની મંજુરી આપી હતી છત્તા આ ફ્લાઈટ કંપનીએ પોતાની ઉડાન ફરી 25 જુલાી એટલેકે આવતી કાલ સુધી રદ કરી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે ગો ફર્સ્ટ એરલાઈન્સે 25 જુલાઈ સુધી તેની ફ્લાઈટ્સ રદ કરવાની જાહેરાત કરી છે. ગો ફર્સ્ટ એરલાઇન્સે રવિવારેટ્વીટ કર્યું હતું કે અમને જણાવતા ખેદ થાય છે કે 25 જુલાઇ 2023 સુધી નિર્ધારિત ગો ફર્સ્ટ ફ્લાઇટ્સ ઓપરેશનલ કારણોસર રદ કરવામાં આવી છે. ફ્લાઇટ કેન્સલ થવાથી થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ.

એલટું જ નહી એરલાયન્સ એ વધુમાં જણાવ્યું કે કે કંપનીએ તાત્કાલિક ઉકેલ લાવવા અને કામગીરી શરૂ કરવા માટે અરજી દાખલ કરી છે. અમે ટૂંક સમયમાં ફરીથી બુકિંગ શરૂ કરી શકીશું. તમારી ધીરજ બદલ અમે તમારો આભાર માનીએ છીએ.

ગોફર્સ્ટ  એરલાઇન્માંસ લગભગ  હજારથી વધુ કર્મચારીઓ છે અને તેણે નાણાકીય વર્ષ 2021-22માં કામગીરીમાંથી કુલ રૂપિયા 4,183 કરોડની આવક નોંધાવી હતી. એરલાઇનના રિઝોલ્યુશન પ્રોફેશનલએ 28 જૂને DGCAને સેવાઓ પુનઃસ્થાપિત કરવાની યોજના સબમિટ કરી હતી. જે બાદ DGCAએ મુંબઈ અને દિલ્હીમાં કંપનીની ફ્લાઈટ્સ સંબંધિત વિવિધ સુવિધાઓનું વિશેષ ઓડિટ કર્યું હતું. એવિએશન રેગ્યુલેટર DGCAએ શુક્રવારે  એરલાઇન્નેસ અમુક શરતો સાથે એરક્રાફ્ટ કામગીરી ફરી શરૂ કરવાની મંજૂરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે  ગો ફર્સ્ટ સામે નાદારી રીઝોલ્યુશન પ્રક્રિયા ચાલી રહી છે. કંપનીએ 3 મેથી તેની એરલાઈન્સ બંધ કરી દીધી હતી. ગો ફર્સ્ટે નાદારી નોંધાવી હતી કંપની છેલ્લા કેટલાક સમયથી એન્જિનની સમસ્યા સામે ઝઝૂમી રહી હતી, જેના કારણે તેના મોટી સંખ્યામાં એરક્રાફ્ટને ગ્રાઉન્ડ કરવું પડ્યું હતું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code