
દેશના અનેક ભાગોમાં આંખના ફ્લૂના કેસમાં ઝડપથી વધારો- પંજાબમાં આરોગ્ય વિભાગે એડવાઈઝરી જાહેર કરી
દિલ્હીઃ- દેશભરમાં આંખના ફ્લૂના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અનેક રાજ્યોમાં આંખોને લગતી બીમારી વાયુવેગ પ્રસરી રહી છે જેને લઈને સ્વાસ્થ્ય વિભાગ પણ ચિંતીત છે ત્યારે આ બબાતને લઈને હવે સ્વાસ્થ્ય વિભાગ દ્રારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.
વરસાદ અને હવામાનને કારણે આંખના ફ્લૂ નેત્રસ્તર દાહના કેસ વધી રહ્યા છે. આ જોઈને આરોગ્ય વિભાગે પણ સાવચેતીના ભાગરૂપે એડવાઈઝરી જારી કરી છે. જ્યારે, P.G.I. એડવાન્સ આઇ સેન્ટરના એચ.ઓ.ડી ડૉના જણાવ્યા અનુસાર, 3 દિવસમાં વાયરલ કેસમાં વધારો થયો છે. વિતેલા દિવસે ઓપીડીમાં આંખના ફલૂના 50 કેસ નોંધાયા હતા. તબીબોના મતે દરેક સિઝનમાં કેસ જોવા મળે છે.
તબીબોના મતે ઉનાળાની ગરમી બાદ વરસાદના કારણે હવામાનમાં ઝડપથી ફેરફાર જોવા મળી રહ્યો છે. વાયુ પ્રદૂષણ અને ભેજને કારણે ફંગલ ઇન્ફેક્શનની સમસ્યા થાય છે, આંખોને લગતી મોટાભાગની સમસ્યાઓ પરેશાન કરતી હોય છે. વધતા ફૂગના ચેપને કારણે, આંખોની સંભાળ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણએ આંખના ફલૂથી બળતરા, દુખાવો અને લાલાશ જેવી સમસ્યાઓ થાય છે, જે એલર્જીક પ્રતિક્રિયાને કારણે થાય છે. મોટાભાગની શરૂઆત એક આંખમાં થાય છે, થોડા સમય પછી તે બીજી આંખમાં આવે છે. સામાન્ય રીતે ફ્લૂ તેની જાતે જ સારો થઈ જાય છે, પરંતુ આંખોને સ્વચ્છ રાખવી જરુરી કાર્ય છે.
tags:
eye flu cases