1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. MS યુનિ. સંલગ્ન પોલીટેકનિકના ATKTનું 100 દિવસે પરિણામ જાહેર ન કરાતા વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ
MS યુનિ. સંલગ્ન પોલીટેકનિકના ATKTનું 100 દિવસે પરિણામ જાહેર ન કરાતા વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ

MS યુનિ. સંલગ્ન પોલીટેકનિકના ATKTનું 100 દિવસે પરિણામ જાહેર ન કરાતા વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ

0
Social Share

વડોદરાઃ મહારાજા સયાંજીરાવ યુનિવર્સિટી શિક્ષણ ક્ષેત્રે દેશભરમાં નામના ધરાવે છે. વિદેશના વિદ્યાર્થીઓ પણ શિક્ષણ લેવા માટે એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવતા હોય છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી યુનિવર્સિટીના સત્તાધિશોની લાપરવાહીથી વહિવટ કથળી રહ્યો છે. MS યુનિવર્સિટી સંલગ્ન પોલિટેક્નિક કોલેજમાં સેમેસ્ટર 5 અને 6ની ATKTની પરીક્ષાને 100 દિવસ થઇ ગયા હોવા છતાં હજુ રિઝલ્ટ જાહેર કરાયું નથી. આથી  રિઝલ્ટ જાહેર કરવાની માગ સાથે વિદ્યાર્થી વિકાસ સંઘ દ્વારા પોલિટેકનિક કોલેજ ખાતે વિરોધ કરાયો હતો. વિદ્યાર્થી વિકાસ સંઘના વિદ્યાર્થીઓ મંગળવારે બપોરે પોલિટેકનિક કોલેજ ખાતે પહોંચ્યા હતા. જોકે, પ્રિન્સિપાલની ઓફિસને તાળું મારેલું હતું અને પ્રિન્સિપાલ ન મળતા વિદ્યાર્થીઓ ઓફિસની બહાર બેસી ગયા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઉપરાંત ભજન ગાઈને વિરોધ કર્યો હતો.

વિદ્યાર્થી વિકાસ સંઘે જણાવ્યું હતું કે,  એમએસ યુનિની પોલિટેક્નિક કોલેજની ATKTની સેમેસ્ટર 6ની પરીક્ષા દિવાળી વેકેશન પૂર્વે ઓક્ટોબરમાં લેવાઈ હતી. તેમજ સેમેસ્ટર 5ની પરીક્ષા નવેમ્બરમાં લેવાઇ હતી. આ પરીક્ષા લેવાયાને 100 દિવસ જેટલો સમય થઇ ચુક્યો છે. તેમ છતાં હજુ સુધી રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું નથી. પોલિટેક્નિકના ઇતિહાસમાં રિઝલ્ટ જાહેર કરવામાં આટલો વિલંબ ક્યારેય થયો નથી. રિઝલ્ટ જાહેર ન થવાના પરિણામે આ ડિપ્લોમા ફાઇનલ યરના વિદ્યાર્થીઓ બેરોજગાર બેઠા છે અને નોકરી મેળવી શકતા નથી. જેનું કારણ યુનિવર્સિટીની બેદરકારી છે. અમારી માંગણી છે કે, આ રિઝલ્ટને તાત્કાલિક ધોરણે જાહેર કરવું જોઈએ.

વિદ્યાર્થી વિકાસ સંઘના પ્રમુખ પાર્થ પંડ્યાના કહેવા મુજબ, પરીક્ષાને 100 દિવસ થઈ ગયા છે, તેમ છતાં 150 જેટલા ATKTના વિદ્યાર્થીના રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યા નથી. જેથી અમે પોલિટેકનિક કોલેજમાં રજૂઆત કરવા માટે આવ્યા છીએ, પણ અમારી રજૂઆત સાંભળવાવાળું કોઈ નથી. જેથી અમે પ્રિન્સિપાલની ઓફિસની બહાર આવેદનપત્ર ચોંટાડી દીધું છે. આ ઉપરાંત તેમની કાર ઉપર પણ આવેદનપત્ર ચોંટાડ્યું છે. આગામી દિવસોમાં જો અમારી માંગણી પૂરી કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code