1. Home
  2. ગુજરાતી
  3. એસ્ટ્રો
  4. સાયન્સ
  5. બુધે બદલી ચાલ, જાણો કોની લાગશે લોટરી?
બુધે બદલી ચાલ, જાણો કોની લાગશે લોટરી?

બુધે બદલી ચાલ, જાણો કોની લાગશે લોટરી?

0
Social Share

ભોપાલ: જ્યોતિષશાસ્ત્ર મુજબ 20 ફેબ્રુઆરીએ મોટું રાશિ પરિવર્તન થયું. આ દિવસે સનિની રાશિ કુંભમાં રાજકુમાર બુધનો પ્રવેશ થયો, તેના પહેલા એટલે કે 13 ફેબ્રુઆરીથી સૂર્ય પણ અહીં વિરાજમાન છે. જ્યારે શનિ ગત વર્ષથી જ આ રાશિમાં છે. તેના કારણે સવારે 5.48 કલાકે અહીં સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય યોગ અને શનિવારે બુધ, સૂર્યની હાજરીના કારણે ત્રિગ્રહી યોગનું નિર્માણ થયું. તેની તમામ રાશિઓ પર સકારાત્મક -નકારાત્મક અસરો થશે. આવો જાણીએ આ બે દુર્લભ સંયોગથી કઈ રાશિના લોકોની લોટરી લાગશે.

 

કર્ક રાશિ-

 

કર્ક રાશિના લોકો માટે બુધાદિત્ય યોગ સારો છે. આ સમય કર્ક રાશિના લોકો બુધ રાશિ પરિવર્તનના પ્રભાવથી ધનવાન બશે અને તેમને અચાકન ધનની પ્રાપ્તિ થશે. શેર બજાર અને લોટરીમાં રોકાણથી તેને ફાયદો પણ મળવાનો છે. આ સમયગાળામાં તેમને પોતાના માતાપિતા અને દાદાદાદીથી વારસામાં મિલ્કત મળવાની પણ સંભાવના છે.

 

ધન રાશિ-

 

ધન રાશિના લોકો માટે બુધ રાશિ પરિવર્તન ભાગ્યનો સાથ અપાવશે અને તમે જે પણ કાર્ય કરશો તેમાં ભાગ્યશાળી સાભિત થશો તમારા કરિયરમાં અસાધારણ રીતે સફળતા પણ પ્રાપ્ત કરશો. બુધનું રાશિ પરિવર્તન થવાના કારણે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ પણ બનવાનો છે. માટે આ લોકોને બેગણો લાભ મળવાનો છે. તમને તમારા પિતા અને ગુરુઓ તરફથી ભરપૂર સહયોગ મળશે અને તમે સમાજમાં સફળ તથા પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે પોતાની છબી બનાવશો.

 

મકર રાશિ-

 

બુધ રાશિ પરિવર્તન તમને સુખી લગ્નજીવન પ્રદાન કરશે. મકર રાશિના જાતકોને દરેક ચીજ સંદર્ભે જાણકારી પ્રાપ્ત કરવાનું પસંદ હોય છે. માટે આ રાશિના લોકો વધારે સમય પુસ્તકો વાંચવામાં વિતાવે છે. મકર રાશિના પરણિત લોકોના લગ્નજીવન શાનદાર રહેશે. વેપારમાં તેમને સારી સફળતા પ્રાપ્ત થશે. આ લોકો અન્યોના નાણાંથી વેપાર કરવામા સફળ હોય છે. બુધ ગોચરને કારણે જૂના કર્જથી મુક્તિ પ્રાપ્ત થાય છે. તેના સિવાય આ યોગ આ ભાવમાં ધન, સંપત્તિ અને અન્ય ઘણાં શુભ ફળ લઈને આવે છે.

 

(ડિસ્કેલમર- આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ સંપૂર્ણપણે સત્ય અને સટીક હોવાનો અમે દાવો કરતા નથી. તેને અપનાવતા પહેલા અને વિસ્તૃત જાણકારી માટે કોઈ નિષ્ણાતની સલાહ જરૂરથી લો. )

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code