1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે થશે મુકાબલો
અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે થશે મુકાબલો

અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે થશે મુકાબલો

0
Social Share

અમદાવાદઃ આજે IPL માં ગુજરાત ટાઈટન્સ નો સામનો દિલ્હી કેપીટલ્સ સાથે થશે. આ મુકાબલો અમદાવાદમાં રમાશે. આ બંને ટીમો વચ્ચે માત્ર 3 જ મુકાબલા થયા છે. જેમાંથી 2 માં ગુજરાત ટાઈટન્સને અને 1 માં દિલ્હી કેપીટલ્સને જીત મળી છે. વર્તમાન સીઝનની વાત કરીએ તો ગુજરાત ટાઈટન્સે 6 માંથી 3 અને દિલ્હીએ 6 માંથી 2 મેચ માં જીત મેળવી છે. ગત બે મેચમાં દિલ્હીને હારનો સામનો કરવો પડ્યો છે.

ગઈકાલે કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે રમાયેલી મેચમાં કોલકાતા ટીમે 224 રનના ટાર્ગેટ સેટ કર્યો હતો. જોશ બટલરની અણનમ સદીની મદદથી રાજસ્થાને બે વિકેટે મેચ જીતી લીધી હતી. બટલરે અણનમ 107 રન બનાવ્યા હતા. આ ઉપરાંત યશસ્વી જયસ્વાલે 19 રન, સુકાની સંજુ સેમસને 12 રન, રાયન પરાગે 34 રન, ધ્રુવ જુરાલે 2 રન, આર અશ્વિને આઠ રન, સિમરન હેટમાયરે શૂન્ય અને આર પોવેલે 26 રન અને ટ્રેન્ટ બોલ્ટે શૂન્ય બનાવ્યા હતા. આ સિઝનમાં બટલરની આ બીજી સદી હતી. KKR માટે હર્ષિત રાણા, સુનિલ નારાયણ, વરુણ ચક્રવર્તીએ બે-બે વિકેટ લીધી હતી, જ્યારે વૈભવ અરોરાને એક સફળતા મળી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code