1. Home
  2. ગુજરાતી
  3. ઈઝરાયેલ-UAEની દોસ્તીમાં નવો વળાંક: સીક્રેટ હથિયાર ડીલનો ખુલાસો
ઈઝરાયેલ-UAEની દોસ્તીમાં નવો વળાંક: સીક્રેટ હથિયાર ડીલનો ખુલાસો

ઈઝરાયેલ-UAEની દોસ્તીમાં નવો વળાંક: સીક્રેટ હથિયાર ડીલનો ખુલાસો

0
Social Share

ગઝામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે સમગ્ર મુસ્લિમ વિશ્વમાં ઈઝરાયેલના બહિષ્કારની માંગ ઉઠી રહી છે, ત્યારે ઈસ્લામિક જગતના શક્તિશાળી દેશ સંયુક્ત આરબ અમીરાત (UAE) એ ઈઝરાયેલ સાથે 2.3 અબજ ડોલર (આશરે 19000 કરોડ રૂપિયાથી વધુ) ની ગુપ્ત સંરક્ષણ સમજૂતી કરીને દુનિયાને ચોંકાવી દીધી છે. ફ્રાન્સ સ્થિત ‘ઈન્ટેલિજન્સ ઓનલાઈન’ના અહેવાલ મુજબ, આ ડીલ હેઠળ ઈઝરાયેલની દિગ્ગજ કંપની એલ્બિટ સિસ્ટમ્સ (Elbit Systems) UAE ને અત્યાધુનિક ઈલેક્ટ્રોનિક ડિફેન્સ સિસ્ટમ પૂરી પાડશે.

આ સમજૂતી મુખ્યત્વે સિવિલ અને મિલિટરી એરક્રાફ્ટની સુરક્ષા માટે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈઝરાયેલ UAE ને તેનું વિખ્યાત ‘J-Music’ એરક્રાફ્ટ પ્રોટેક્શન સિસ્ટમ આપશે. આ સિસ્ટમ અત્યાધુનિક લેઝર ટેકનોલોજીથી સજ્જ છે. જ્યારે કોઈ વિમાન પર જમીન પરથી હવામાં માર કરનારી મિસાઈલ (SAM) વડે હુમલો કરવામાં આવે, ત્યારે આ સિસ્ટમ મિસાઈલના સેન્સરને જામ કરી દે છે, જેથી મિસાઈલ લક્ષ્ય ચૂકી જાય છે.

એલ્બિટ સિસ્ટમ્સના પ્રેસિડેન્ટ અને CEO બેઝલેલ મચલિસે એક નિવેદનમાં આડકતરી રીતે સ્વીકાર્યું છે કે આ સમજૂતીથી ગ્રાહક દેશને ઈઝરાયેલની વિશેષ અને જોરદાર સૈન્ય ક્ષમતા મળશે. આ પ્રોજેક્ટ આગામી 8 વર્ષ સુધી ચાલશે. વોશિંગ્ટન સ્થિત સંરક્ષણ નિષ્ણાત બિલાલ સાબે આ અંગે જણાવ્યું હતું કે, આટલી મોટી ડીલ હોવા છતાં તેની વિગતો અત્યંત ગુપ્ત રાખવામાં આવી હતી.

અબ્રાહમ એકોર્ડ બાદ ઈઝરાયેલ અને UAE વચ્ચેના સંબંધોમાં સતત ગરમાવો જોવા મળી રહ્યો છે. ગઝામાં હજારો પેલેસ્ટાઈની નાગરિકોના મોત બાદ યુરોપ અને મુસ્લિમ દેશોમાં ઈઝરાયેલ પર પ્રતિબંધ મુકવાની માંગ તેજ થઈ હતી. જોકે, UAE એ આ તમામ દબાણોને ફગાવી દઈને પોતાની સુરક્ષા મજબૂત કરવા માટે ઈઝરાયેલ પર પસંદગી ઉતારી છે. UAE ની સરકારી સંરક્ષણ કંપની ‘Edge’ પણ સતત ઈઝરાયેલી કંપનીઓ સાથે નવી નવી ડીલ કરી રહી હોવાનું સામે આવ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code