
નવી દિલ્હી: 1979માં આવેલી અમિતાભ બચ્ચન અને ઝીન્નત અમાનની ફિલ્મ ધ ગ્રેટ ગેમ્બલરનું એક ગીત દો લફ્જો કી હૈ- લોકોની વચ્ચે ઘણું લોકપ્રિય થયું હતું અને આજે પણ આ ગીતનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ગીતમાં અમિતાભ બચ્ચનની સાથે ઝીન્નત અમાન પણ હતી. એટલું જ નહીં આ ગીતનો ક્રેઝ હાલમાં પણ યુવાવર્ગમાં એટલી હદે વધ્યો કે ઘણાં તો આ ગીતના ડાન્સ સ્ટેપ્સને ફોલો કરીને વીડિયો સોશયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. આ ઘટનાક્રમમાં આ ગીત પર એક ડાન્સનો વીડિયો હાલના દિવસોમાં ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં એક ડાન્સ ગ્રુપ દ્વારા કરવામાં આવેલા ડાન્સને લોકોએ ખૂબ પસંદ કર્યો છે. આ ડાન્સનો વીડિયો છ યુવતીઓએ સાથે મળીને આ ગીત પર બેલી ડાન્સ કરીને બનાવ્યો છે. જોવામાં પણ આ વીડિયો ઘણો શાનદાર લાગી રહ્યો છે. ગત વર્ષ નવેમ્બરમાં યુટ્યૂબ પર Payals Dance Academy દ્વારા અપલોડ કરવામાં આવેલો વીડિયો અત્યાર સુધીમાં 1694884 વખત જોવાઈ ચુક્યો છે.
પાયલ્સ ડાન્સ ગ્રુપ અવારનવાર સોશયલ મીડિયા પર પોતાના ડાન્સના વીડિયો શેયર કરતું રહે છે. તેવામાં આ ગીત પર આ યુવતીઓના આ ડાન્સને યૂટ્યૂબ પર ઘણી પ્રશંસા મળી રહી છે.
સોશયલ મીડિયા આજે એક એવું માધ્યમ બની ચુક્યું છે કે જેના ઉપર દરેક વ્યક્તિ તેની સાથે જોડાવા ચાહે છે, કારણ કે તેના માધ્યમથી આજે દેશના યુવાનો આખી દુનિયાની સામે પોતાનું ટેલેન્ટ દર્શાવવામાંસફળ સાબિત થઈ રહ્યા છે. જે લોકોને પોતાનું ટેલેન્ટ દર્શાવવાનો કોઈ મોકો મળી શકતો નથી, તેવા લોકો માટે સોશયલ મીડિયાએ એક વરદાનનું રૂપ ધારણ કરી લીધું છે.