1. Home
  2. ગુજરાતી
  3. મક્કામાં મસ્જિદના ઉપરના માળેથી એક વ્યક્તિએ લગાવી છલાંગ
મક્કામાં મસ્જિદના ઉપરના માળેથી એક વ્યક્તિએ લગાવી છલાંગ

મક્કામાં મસ્જિદના ઉપરના માળેથી એક વ્યક્તિએ લગાવી છલાંગ

0
Social Share
  • છલાંગ લગાવનારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો
  • આ શખ્સે કેમ લગાવી છલાંગ તેની તપાસ શરુ કરાઈ
  • ગ્રેંડ મસ્જિદની સુરક્ષા માટે વિશેષ ટીમ બનાવાઈ

નવી દિલ્હીઃ મુસ્લિમોના પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે. દરમિયાન મુસ્લિમોના પવિત્ર સ્થળ મક્કામાં ચોંકાવનારી ઘટના બની હતી. મક્કાની મસ્જિદ-એ-હરમ ઉપરના માળેથી એક વ્યક્તિએ છલાંગ લગાવી હોવાનું જાણવા મળે છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

મક્કા ક્ષેત્રની સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે, એક વ્યક્તિએ મક્કામાં મસ્જિદ-એ-હરમના ઉપરના માળેથી છલાંગ લગાવી હતી. વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ગ્રેંડ મસ્જિદની સુરક્ષા માટે વિશેષ ટીમ બનાવવામાં આવી છે, જેના દ્વારા સમગ્ર બનાવની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જો કે, તેમના દ્વારા છલાંગ લગાવનાર વ્યક્તિની ઓળખ જાહેર કરવામાં આવી નથી. મસ્જિદ ઉપરથી કેમ છલાંગ લગાવી તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code