
દેશમાં ચિકનપોક્સ ફેલાવતા વાઈરસનો નવો વેરિએન્ટ મળી આવ્યો, જાણો કેટલો જોખમી છે આ વાયરસ
દિલ્હીઃ ચિકન પોક્સ એક એવી બીમારી છએ જે શરીર પર ફૂલ્લાઓ કરે છે દેશભરમાં ઘણા બાળકોથી લઈને વડિલોને આ બીમારી થઈ ચૂકી છે ત્યારે હવે ભારતમાં આ બમારી ફેલાવતા વાયરસનો નવો વેરિએન્ટ મળી આવ્યો છે.
જાણકારી પ્રમાણે આ એક નવો પ્રકારનો ચિકનપોક્સ, ક્લેડ 9 છે જે ભારતમાં જોવા મળ્યો છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી એ ચિકનપોક્સના નવા પ્રકારને શોધી કાઢ્યો છે, જેને ભારતમાં ક્લેડ 9 તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં VZV ક્લેડ 9 વેરિઅન્ટની શોધ થઈ હોવા છતાં, અસરગ્રસ્ત દર્દીઓમાં રોગની તીવ્રતામાં વધારો થવાના કોઈ સંકેત મળ્યા નથી આ સાથે જ આ અભ્યાસના તારણો 6 સપ્ટેમ્બરના રોજ ‘એનલ્સ ઓફ મેડિસિન’માં પ્રકાશિત થયા હતા.
ચિકનપોક્સના ક્લેડ 9 પ્રકાર સાથે સંકળાયેલા લક્ષણોમાં ફોલ્લીઓ, તાવ, ભૂખ ન લાગવી, માથાનો દુખાવો, થાકની લાગણીનો સમાવેશ થાય છે. ચિકનપોક્સ ફોલ્લીઓ સામાન્ય રીતે વાયરસના સંપર્કમાં આવ્યાના 2-3 અઠવાડિયા પછી દેખાય છે, શરૂઆતમાં પેપ્યુલ જેવા બમ્પ્સ તરીકે દેખાય છે. દર્દીઓને માંદગીના લગભગ બે અઠવાડિયા સુધી તાવ, શરીરમાં દુખાવો અને માથાનો દુખાવો પણ હોઈ શકે છે.
ચિકનપોક્સના નવા પ્રકારોનું નિવારણ જ્યારે નિવારક પગલાંની વાત આવે છે, ત્યારે રસીકરણ એ સૌથી અસરકારક છે, કારણ કે રસીકરણ એ ચિકનપોક્સને રોકવા માટેના સૌથી અસરકારક પગલાં પૈકી એક છે. સ્વચ્છતા જાળવવા અને ચેપનું જોખમ ઘટાડવા માટે સાબુ અને પાણીથી હાથ ધોવા મહત્વપૂર્ણ છે.
આ વાયરસને લઈને મળેલી વઘુ જામકારી અનુસાર આ પ્રકાર જર્મની, યુકે અને યુએસ જેવા દેશોમાં એકદમ સામાન્ય છે. વેરિસેલા-ઝોસ્ટર વાયરસ એ 9 હર્પીસ વાયરસમાંથી એક છે અને તે બાળકો, કિશોરોમાં અને પુખ્ત વયના લોકોમાં અછબડાનું કારણ બને છે. અત્યાર સુધી ભારતમાં ક્લેડ 1 અને ક્લેડ 5 મળી આવ્યા છે, પરંતુ ક્લેડ 9 પહેલીવાર મળ્યો હોવાની ઘટના છે.
વેરિસેલા-ઝોસ્ટર વાયરસ બાળકો અને કિશોરોમાં ચિકનપોક્સ અને પુખ્ત વયના લોકોમાં દાદરનું કારણ બને છે. ક્લેડ 9 એ વેરીસેલા ઝોસ્ટર વાયરસનો એક પ્રકાર છે જે ચિકનપોક્સનું કારણ બને છે, જે બાળપણની સામાન્ય બીમારી હોય છે.
tags:
Chickenpox