અમદાવાદમાં 12મીથી 15મી જાન્યુઆરી સુધી પ્રાણીપ્રેમીઓ માટે ખાસ કાર્યક્રમ યોજાશે
ગાંધીનગરઃ અમદાવાદમાં પ્રાણીઓ તા. 12થી 15મી જાન્યુઆરી સુધી આંબાવાડી વિસ્તારમાં આવેલા જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના પરિસરમાં પ્રાણી પ્રેમીઓ અને તેમના બાળકો વિવિધ પ્રાણીઓને નજીકથી જાણી શકશે. એટલું જ નહીં તેઓ અહીં પ્રાણીઓ સાથે રમવાની ઉપરાંત પ્રાણીઓ વિશે જાણકારી મેળવી પણ શકશે. તેમજ પાંજરાપોળ કેમ્પસમાં આવેલા જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના સંકુલમાં નવી દ્રષ્ટીથી કુદરતને અનુભવી શકાશે. પ્રાણી પ્રેમીઓ તા. 12થી 15મી જાન્યુઆરી સુધી સવારે 10થી સાંજના પાંચ કલાક સુધી ફ્રીમાં પ્રવેશ મેળવી શકશે.
અમદાવાદમાં કાર્યરત જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ 2007 થી રખડતા પશુઓ અને પક્ષીઓને ઇજાગ્રસ્ત અને રોગગ્રસ્ત માટે મફત તબીબી સારવાર અને પુનર્વસન પૂરું પાડે છે. સરેરાશ દર મહિને લગભગ 3000-4000 પ્રાણીઓ અને પક્ષીઓની સેવા કરવામાં આવે છે.