સપ્તરંગ ફિલ્મ સોસાયટી દ્વારા ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણમાં બે દિવસીય ફિલ્મ મેકિંગ વર્કશોપ યોજાયો
અમદાવાદ: સપ્તરંગ ફિલ્મ સોસાયટી દ્વારા બે દિવસીય ફિલ્મ મેકિંગ વર્કશોપનું ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના પ્રાંગણમાં આયોજન થયું હતું. તેના ઉદઘાટનમાં જીટીયુના વાઈસ ચાન્સેલર ડૉ. નવિનભાઈ શેઠ વિશેષ ઉપરસ્થિત પદ્મશ્રી વામન કેન્દ્રેજી, પ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મ અભિનેતા મયુર યૌહાણ, વંદન શાહતથા ભારતીય ચિત્ર સાધનાના પ્રમુખ ટ્રસ્ટી અજીતશાહની વિશેષ ઉપસ્થિતિ રહ્યાં હતા.
આ દરમ્યાન સપ્તરંગ ફિલ્મ સોસાયટીની અધિકૃત વેબસાઈટનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. બે દિવસીય ફિલ્મ મેકિંગ વર્કશોપમાં ગુજરાતમાંથી 32 જેટલા નવા ઉભરતા ફિલ્મ નિર્માતાઓ પદ્મશ્રી વામન કેન્દ્રેજી તથા સંદિપભાઈ પટેલ વગેરે મહાનુંભાવોના અનુભવોનું માર્ગદર્શન મેળવ્યું હતું.
વર્કશોપના શુભારંભમાં સૌપ્રથમ વંદનશાહ દ્વારા સપ્તરંગ ફિલ્મ સોસાયટીનો ઉદેશ તથા પ્રાથમિક માહિતી આપી. ઉપરાંત આગામી વર્ષના કાર્યક્રમોની માહિતી આપી. ત્યારબાદ નવીન શેઠ દ્વારા હજાર વર્ષની ગુલામીના કારણે ભારતીય સમાજ પોતાની સંસ્કૃતિ અને પરમ્પરાઓથી ભટકી ગયો છે તે જણાવતા ફિલ્મ સમાજ પર શું અસર કરે છે તે જણાવ્યું.
પદ્મશ્રી વામન કેન્દ્રેશ્રી દ્વારા ફિલ્મ સમાજ પર કેટલી અસર કરે છે તે જણાવતા તેની ક્ષમતાઓ વિષે માર્ગદર્શન આપ્યું. તેમને આગળ કહ્યું કે મનોરંજન તે માત્ર કોમેડી નથી મનોરંજન રડાવે છે હસાવે, વ્યક્તિને વિચારવાની પ્રેરણા આપે છે.
ગુજરાતી અભિનેતા મયુર ચૌહાણએ જણાવ્યું કે તેઓ આવા વર્કશોપ્સમાથી એક્ટિંગ શીખ્યા છે, સાથો સાથે માઈકલે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સરકાર પાસેથી શું શું અપેક્ષા રાખે છે તે અંગે પણ જણાવ્યું.
અજીત શાહે ભારતીય ચિત્ર સાધનાની પૂર્વ ભૂમિકા આપી અને જણાવ્યું કે તે ફિલ્મો અને સંસ્કૃતિ વચ્ચે સેતુ તરીકે કાર્ય કરે છે. વધુમાં તેમણે જણાવ્યું કે ફિલ્મો સમાજમાં સંસ્કાર આપવાનું માધ્યમ બનવી જોઈએ.