
અમેરિકાના આ શહેરમાં વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા અનોખો પ્રયાસઃ-પ્રથમ ડોઝ લેનારને 100 ડોલર આપવાની જાહેરાત
- ન્યૂયોર્કમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારા માટે ખાસ ઓફર
- 100 ડોલરનું ઈનામ મળશે પ્રથમ ડોઝ લેનારાઓને
- ન્યૂયોર્કના મેયરે વિતેલા દિવસે આ વાત જાહેર કરી
- રસીકરણને ઝડપી બનાવવા આ પગલુ ભર્યું
દિલ્હીઃ વિતેલા વર્ષથી વિશ્વ ભરમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે કોરોના સામે વેક્સિનેશનની પ્રક્રિયા અનેક દેશોમાં તેજ કરવામાં આવી રહી છે, આ સાથે જ અનેક દેશોમાં મોટા ભાગના લોકો વેક્સિન લેવા માટે પ્રેરિત થાય તે માટે અનેક આકર્ષક ઓફર પણ આપવામાં આવી રહી છે.વિશ્વની મહાસત્તા ગણાતા દેશ અમેરિકાના શહેરમાં પણ વેક્સિનેશનને વધુ આગળ વધારવા કંઈક આવી જ સ્કિમની જાહેરાત કરી છે.
અમેરિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર, ન્યૂયોર્કમાં રસીકરણની ગતિ ખૂબ જ ધીમી જોવા મળી રહી છે, વેક્સિનેશનની ગતિને ઝડપી બનાવવા માટે અહીંના મેયરે વિતેલા દિવસને બુધવારે લોકો માટે એક ખાસ ઓફરની જાહેરાત કરી હતી.
મળતી માહિતી પ્રમાણે ન્યૂયોર્કના મેયરે કહ્યું હતું કે, કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ મેળવનારાઓને 100 ડોલર એટલે કે,7 હજાર 442 રૂપિયા આપવામાં આવશે. આ ઓફર શુક્રવારથી લાગૂ કરાઈ છે.
રસીકરણના આ મામલે મેયર બિલ ડી બ્લાસિઓએ જાહેર કર્યું હતું કે, ‘મને લાગે છે કે કોરોના વાયરસ સામે રસીકરણ ખૂબ મહત્વનું છે. પરંતુ ઘણા લોકો કોવિડ રસી લેવા માંગતા નથી, જે સંક્રમણમાં વધારો કરે છે. તેથી જ અમે નિર્ણય લીધો છે કે કોરોના રસીનો પ્રથમ ડોઝ મેળવનારાઓને 100 ડોલર આપવામાં આવશે.
ન્યુ યોર્ક સિટીના મેયર બિલ ડી બ્લાસિઓએ સોમવારે જાહેરાત કરી હતી કે શહેરના તમામ કર્મચારીઓને 13 સપ્ટેમ્બર સુધીમાં રસી આપવી પડશે અથવા દર અઠવાડિયે કોરોના પરીક્ષણ કરાવવું પડશે. પરીક્ષણ અહેવાલ નકારાત્મક હોવો જોઈએ, તો જ તેઓ પોતાના કાર્યસ્થળો પર આવી શકશે.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં કોરોના વાયરસના ડેલ્ટા વેરિએન્ટના કોસો ઝડપથી વધતા જોવા મળી રહ્યા છે,તેની તપાસ કરવા તેમજ રસીકરણ ઝુંબેશને વેગ આપવા સરકાર સતત કાર્યશીલ બની છે,આ સાથે જ બન્ને ડોઝ લીધા હોય તે તમામ લોકો માટે પણ માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવ્યું છે.આ સાથે જ વધુને વધુ લોકો વેક્સિન માટે પ્રોત્સાહિત થાય તે માટે પ્રઝમ ડોઝ લેનારાને 100 ડોલર આપવાની જાહેરાત કરવામાં આવી છે.