1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ADG મેજર જનરલ અરવિંદ કપૂરે “એક મૈં સો કે લીયે” NCC અભિયાનના 7મા તબક્કાનો પ્રારંભ કર્યો
ADG મેજર જનરલ અરવિંદ કપૂરે “એક મૈં સો કે લીયે” NCC અભિયાનના 7મા તબક્કાનો પ્રારંભ કર્યો

ADG મેજર જનરલ અરવિંદ કપૂરે “એક મૈં સો કે લીયે” NCC અભિયાનના 7મા તબક્કાનો પ્રારંભ કર્યો

0
Social Share

અમદાવાદ: NCC નિદેશાલય ગુજરાતના અધિક મહાનિદેશક (ADG) મેજર જનરલ અરવિંદ કપૂરે 12 નવેમ્બર 2021ના રોજ અમદાવાદમાં લૉ ગાર્ડન ખાતે આવેલા NCC ગ્રૂપ હેડક્વાર્ટર ખાતે “એક મૈં સો કે લીયે” નામથી NCCના મુખ્ય અભિયાનના 7મા તબક્કાનો પ્રારંભ કર્યો હતો. અભિયાનનો આ તબક્કો NCC નિદેશાલય, ગુજરાતના છત્ર હેઠળ ગુજરાતના રાજ્ય ચૂંટણી પંચના સહયોગથી 30 નવેમ્બર 2021 સુધી ચાલશે. આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્ય ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓ અને 200 જેટલા NCCના કેડેટ્સ અને સ્ટાફના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

તબક્કા-7નો ઉદ્દેશ મહત્તમ સંખ્યામાં NCCના કેડેટ્સ અને 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના યુવાનોની જાન્યુઆરી 2022માં મતદાર યાદીમાં નોંધણી કરાવવાનો છે. નોંધણી કરાયેલા આ યુવાનો ત્યારબાદ, એક મહિનાના સમય દરમિયાન પાત્રતા ધરાવતા 100 પુખ્ત વ્યક્તિઓની નોંધણી કરાવવા માટે પ્રયાસ કરશે. જવાબદાર યુવા દળની રચના કરવા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રવૃત્તિ છે, જેઓ આવનારી પેઢી માટે બહેતર, સલામત અને મજબૂત ભવિષ્ય સુનિશ્ચિત કરશે. આ કવાયતને સફળ કરવા માટે NCC પ્લેટફોર્મ્સ પર વેબિનાર, લેક્ચરો અને જાગૃતિ અભિયાન ઉપરાંત, ટ્વીટર અને પ્રશ્નોત્તરી સ્પર્ધાઓ, કવિતા, શેરી નાટકો અને મતદાર પ્રતિજ્ઞા તેમજ અન્ય સામાજિક સેવાઓ અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. નોંધણીની પ્રક્રિયા અને કામગીરી સંપૂર્ણપણે ઑનલાઇન થાય છે જેના માટે તમામ ટેકનિકલ સહાયતા ગુજરાતના રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પ્રદાન કરવામાં આવશે.

મતદાન કરવું એ 18 વર્ષની ઉંમર થઇ ગઇ હોય તેવા ભારતના દરેક નાગરિકનો બંધારણીય અધિકાર છે. આપવામાં આવેલો દરેક મત ખૂબ જ મૂલ્યવાન હોય છે અને તેનાથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ નેતાઓ દ્વારા સરકાર રચાય છે જેઓ દેશને મજબૂત, સલામત બનાવવાનું અને દરેક નાગરિકના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવાનું સુનિશ્ચિત કરે છે.

તાજેતરના સમય દરમિયાન NCCએ ખૂબ જ મૂલ્ય અને દરજ્જો પ્રાપ્ત કર્યા છે જેમાં દરેક મહત્વપૂર્ણ પરિયોજના, રાષ્ટ્ર નિર્માણની પ્રવૃત્તિઓ માટે પ્રચારના ઉદ્દેશથી ભારત સરકાર દ્વારા બળ ગુણક તરીકે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. “એક મૈં સો કે લીયે” અભિયાન NCC દ્વારા હાથ ધરવામાં આવતી મહત્વપૂર્ણ કાર્યક્રમ શ્રૃંખલા છે. આજદિન સુધીમાં તેના છ તબક્કાનું આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન થયા છે. અગાઉના તમામ તબક્કા ખૂબ જ પ્રોફેશનલ રીતે યોજવામાં આવ્યા હતા, જેમાં ખૂબ જ ઉત્સાહની સાથે સાથે કોવિડ-19 સંબંધિત પ્રોટોકોલને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા. છેલ્લા છઠ્ઠા તબક્કાની જેમ તબક્કા-7થી પણ NCC ગુજરાતનું રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન થશે.

NCC નિદેશાલય, ગુજરાતના ADG મેજર જનરલ અરવિંદ કપૂરે, તેમની ચર્ચા દરમિયાન ઉલ્લેખ કર્યો હતો કે, ગુજરાત સરકાર NCC કેડેટ્સ દ્વારા હાથ ધરવામાં આવતા તમામ કાર્યોમાં ખૂબ જ સારો સહકાર આપે છે અને કહ્યું હતું કે, NCC નિદેશાલય એકંદરે રાજ્યના યુવાનોના લાભ માટે નિષ્ઠાપૂર્વક કામ કરવાનું ચાલુ રાખશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code