
વિપક્ષી એક્તા I.N.D.I.A.માં ગઠબંધનની સ્થિતિ અત્યારે મજબુત નથીઃ ઉમર અબ્દુલ્લા
નવી દિલ્હીઃ વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.ને નેશનલ કોન્ફ્રન્લ (એનસી)ના ઉપાધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે, જે રીતે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સામે આવી છે, તે દુર્ભાગ્યપૂર્ણ છે. આ ગઠબંધન માટે યોગ્ય નથી. તેમણે વધુમાં કહ્યું કે, વિપક્ષી દળોના ગઠબંધનની સ્થિતિ અત્યારે મજબુત નથી. કેટલાક આંતરીક ઝઘડા છે, જે જોવા મળે છે. આવા ઝઘડા થવા ના જોઈએ, ખાસ કરીને 4થી 5 રાજ્યમાં જ્યાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યાં વિપક્ષી એક્તામાં સમસ્યા સામમે આવી છે.
ઉમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, જે રીતે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે લડાઈ સામે આવી છે અને બંને તરફથી કહેવામાં આવી રહ્યું છે કે, યુપીમાં તમામ બેઠકો ઉપર ચૂંટણી લડશે. આ વિપક્ષી ગઠબંધન માટે યોગ્ય નથી. વિધાનસભાની ચૂંટણી બાદ બેઠક યોજાવાની શકયતા છે, આ બેઠકમાં અમે કોશિસ કરીશું કે, અમે સારા કામ કરીશું. મધ્યપ્રદેશમાં બેઠકની વહેંચણીને લઈને કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી આમને-સામને આવી ગઈ છે. તેમજ બંને વચ્ચે શાબ્દીક યુદ્ધ ચાલી રહ્યું છે. અખિલેશ યાદવના નેતૃત્વવાળી સમાજવાદી પાર્ટીએ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કુલ 43 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જેની તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. ભાજપને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસની આગેવાનીમાં વિવિધ વિપક્ષી પાર્ટીઓ એક છત નીચે એકત્ર થઈ છે. જો કે, વિપક્ષી પાર્ટીઓમાં વડાપ્રધાન પદને લઈને ખેંચતાણ ચાલી રહ્યું છે.