1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાટણમાં ખાતરની કૃત્રિમ તંગી, ખાતર ડેપોને તાળાં મારવાની ખેડુતોની ચીમકી
પાટણમાં ખાતરની કૃત્રિમ તંગી, ખાતર ડેપોને તાળાં મારવાની ખેડુતોની ચીમકી

પાટણમાં ખાતરની કૃત્રિમ તંગી, ખાતર ડેપોને તાળાં મારવાની ખેડુતોની ચીમકી

0
Social Share

પાટણઃ  જિલ્લામાં ખેડૂતો રાસાયણિક ખાતરની કૃતિમ તંગીથી મુશ્કેલી અનુભવી રહ્યા છે. એકાએક ખાતરની તંગી સર્જાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતો રવિ પાક માટે ખાતર લેવા જઇ રહ્યાં છે. પરંતુ તેમને ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે.ખેડૂતોનો આરોપ છે કે તેઓ છેલ્લા બે દિવસથી ખાતર લેવા માટે જઇ રહ્યાં છે.પરંતુ ખાતર ડેપો બે દિવસથી બંધ છે.જેને લઇ આજે મોટી સંખ્યામાં ખાતર ડેપો પર ખેડૂતો એકઠા થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.તો બીજી તરફ ખાતર ડેપો પર કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ પણ પહોંચ્યાં હતા.અને ખાતરમાં કૌભાંડ થતું હોવાનો આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં ખેડૂતોને યોગ્ય ન્યાય નહીં મળે તો ખાતર ડેપોને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

પાટણ જિલ્લામાં હાલ રવિ સીઝનને લઈને ખેડુતોને રાસાયણિક ખાતરની જરૂર પડી છે. ખેડુતો છેલ્લા બે દિવસથી ખાતર ડેપો પર આવી રહ્યા છે. પરંતુ ખાતર ડેપો બંધ હોવાથી નિરાશ થઈને ખેડુતોને પરત ફરવું પડી રહ્યું છે. ખાતરની એકાએક કૃત્રિમ તંગી સર્જાતા ખેડુતો પરેશાન થઈ રહ્યા છે. ફરી એકવાર લાંબી લાઇનોમાં ઉભા રહેવાનો વારો આવ્યો આવ્યો હતો. પરંતુ નથી મળી રહ્યું ખાતર. ખાતરની માંગ સામે સર્જાઇ છે અછત. જેને લઇને ખેડૂત ખાતર માટે વલખા મારી રહ્યો છે  એકબાજુ કમોસમી વરસાદ અને બીજીબાજુ રવીપાકનુ વાવેતર જેને લઇને પાકને બચાવવા ખેડૂતો ખાતર માટે દોડતા થયા છે. નોંધનીય છે કે નવેમ્બર માસમાં પણ ખાતરની અછતને પગલે ખેડૂતોની દશા માઠી થઇ છે. કોંગ્રેસના ધારાસભ્યએ તાળાબંધીની ચીમકી આપી છે. (file photo)

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code