1. Home
  2. revoi editor

revoi editor

ભૂજ નજીક પૂર ઝડપે બે બાઈક સામસામે અથડાતા ત્રણના મોત, મહિલાને ગંભીર ઈજા

ભૂજ, 16 ફેબ્રુઆરી 2026: તાલુકાના ધ્રગ-લોડાઈ રોડ પર પૂરફાટ ઝડપે બે બાઈક સામસામે ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અકસ્માતના બનાવની જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે મોકલીને વધુ […]

ઉનાળાના આગમન ટાણે જ તાપમાનમાં થયો વધારો, બે દિવસ બાદ ગરમી વધશે

અમદાવાદ, 16 ફેબ્રુઆરી 2026: શિયાળાની વિદાય અને ઉનાળાના આગમનની ઘડીઓ ગણાય રહી છે. ત્યારે તાપમાનમાં પણ ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. જોકે હાલ સવારે ગુલાબી ઠંડી અને બપોરના ટાણે ગરમી તેમ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના કહેવા મુજબ  આગામી 4 દિવસ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ બેથી ત્રણ ડિગ્રી […]

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઘુસણખોરીને અટકાવવાના એક્શન પ્લાન વિશે શું કહ્યું જાણો

નવી દિલ્હી, 16 ફેબ્રુઆરી 2026: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં મુખ્ય અતિથિ તરીકે દિલ્હી પોલીસના 79મા સ્થાપના દિવસ સમારોહને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે દિલ્હી પોલીસ કમિશનર શ્રી સતીશ ગોલછા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે તેની સ્થાપનાથી […]

સ્વદેશી નિર્ણાયક ટેકનોલોજી ધરાવતા રાષ્ટ્રો સુરક્ષિત રહેશે અને પોતાને ટકાવી રાખશે: રાજનાથસિંહ

બેંગલુરુ, 16 ફેબ્રુઆરી 2026: રક્ષા મંત્રી રાજનાથ સિંહે, 16 ફેબ્રુઆરી 2026 ના રોજ, બેંગલુરુમાં DRDO ના ગેસ ટર્બાઇન રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ (GTRE) ની મુલાકાત લીધી હતી અને સ્વદેશી સૈન્ય ગેસ ટર્બાઇન એન્જિન વિકાસ સાથે સંબંધિત ચાલુ પ્રોજેક્ટ્સની સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમને સંસ્થાના આગામી પ્રોજેક્ટ્સ, ભારતીય ઉદ્યોગ, શિક્ષણ જગત અને R&D સંસ્થાઓ સાથેના સંપર્કો અને સંરક્ષણ […]

થરા નેશનલ હાઈવે પર પોમોલિન તેલ ભરેલા ટેન્કરે પલટી ખાતાં તેલની રેલમછેલ

પાલનપુર, 16 ફેબ્રુઆરી 2026: જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ થરા હાઈવે પર સર્જાયો હતો. કાંકરેજ તાલુકાના ડુંગરાસણ સ્ટેશન નજીક શિહોરી-થરા નેશનલ હાઈવે પર તેલ ભરેલું એક ટ્રેલર પલટી ગયું હતું. આ અકસ્માતમાં પામોલિન તેલના ડબ્બા અને પાઉચ રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા અને મોટા પ્રમાણમાં પોમોલિન તેલ […]

પાલનપુરમાં સિટી બસ સેવાનો પ્રારંભ, બોર્ડના પરીક્ષાર્થીઓ મફત મુસાફરી કરી શકશે

પાલનપુર, 16 ફેબ્રુઆરી 2026: શહેરમાં મહા શિવરાત્રીના દિનથી સિટી બસ સેવાનો પ્રારંભ કરાયો છે. સિટી બસ સેવાથી હવે લોકો શહેરમાં ગમે તે સ્થળે જવા માટે બસ સેવાનો ઉપયોગ કરી શકશે. સિટીબસના પ્રારંભે  એક સપ્તાહ માટે બહેનો માટે તેમજ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા દરમિયાન છાત્રો વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. રવિવારે ચાર બસો દોડાવવામાં આવી […]

રાજકોટ RTOમાં AI આધારિત નવા ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકને લીધે લાયસન્સ મેળવવું અઘરૂ બનશે

રાજકોટ, 16 ફેબ્રુઆરી 2026: રાજ્યની તમામ આરટીઓ કચેરીઓમાં એઆઈ આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બનાવવામાં આવી રહ્યા છે. એટલે હવે પરફેક્ટ ડ્રાઈવિંગ આવડતું હશે તો જ લાયસન્સ મળી શકશે. રાજકોટની આરટીઓ  કચેરીમાં આધુનિક AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક તૈયાર થઈ ચૂક્યો છે. રૂ. 80 લાખના ખર્ચે નિર્મિત ટ્રેકમાં 360 ડિગ્રી મૂવેબલ 17 આધુનિક કેમેરા અને RFID […]

દાંડી-નરથાણા રોડ પર કાર પલટી ખાઈને કેનાલમાં ખાબકી, પરિવારનો બચાવ

સુરત, 16 ફેબ્રુઆરી 2026:  દાંડી-નરથાણ રોડ પર મધરાત બાદ પૂરફાટ ઝડપે કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈને રોડ સાઈડ પર આવેલી કાચી કેનાલમાં ખાબકી હતી. કેનાલમાં ઓછી પાણી હોવાથી કારમાં સવાર તમામ પ્રવાસીઓનો બચાવ થયો હતો, કારના ચાલકે જ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરતા પોલીસ અને ફાયરની ટીમે દોડી આવી હતી. […]

કેદારનાથ ધામના કપાટ 22 એપ્રિલે ખૂલશે, મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડશે

નવી દિલ્હી, 16 ફેબ્રુઆરી 2026: ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં આવેલા પ્રસિદ્ધ બાબા કેદારનાથ ધામના કપાટ આ વર્ષે તારીખ 22 એપ્રિલના રોજ સવારે 8 વાગ્યે ખૂલશે અને તેની સાથે જ 6 મહિના સુધી ચાલનારી કેદારનાથ યાત્રાની શરૂઆત થશે. મહાશિવરાત્રીના અવસરે પંચકેદાર ગદ્દી સ્થળ ઉખીમઠ સ્થિત ઓમકારેશ્વર મંદિરમાં વૈદિક વિધિ-વિધાન અને પંચાંગ ગણના બાદ શુભ મુહૂર્તની ઔપચારિક ઘોષણા કરવામાં આવી છે. કપાટ ખુલવાની […]

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષપદે પર્ણેશ મોદી ચૂંટાયા, કોંગ્રેસની હાર

ગાંધીનગર, 16 ફેબ્રુઆરી 2026:  ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના આજે પ્રથમ દિવસે રાજ્યપાલના સંબોધન બાદ દિવંગત પૂર્વ ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ અપવામાં આવી હતી, ત્યારબાદ વિધાનસભાના ઉપાધ્યક્ષપદ માટે ચૂંટણી યોજવામાં આવી હતી. ભાજપ દ્વારા સુરત પશ્વિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. જ્યારે કોંગ્રેસ દ્વારા દાણીલીંમડાના ધારાસભ્ય શૈલેષ પરમારને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. ઉપાધ્યક્ષપદની ચૂંટણીમાં આમ આદમી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code