Homeગુજરાતીગુજરાતરાજકોટ RTOમાં AI આધારિત નવા ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકને લીધે લાયસન્સ મેળવવું અઘરૂ...

રાજકોટ RTOમાં AI આધારિત નવા ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકને લીધે લાયસન્સ મેળવવું અઘરૂ બનશે

રાજકોટ, 16 ફેબ્રુઆરી 2026: રાજ્યની તમામ આરટીઓ કચેરીઓમાં એઆઈ આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બનાવવામાં આવી રહ્યા છે. એટલે હવે પરફેક્ટ ડ્રાઈવિંગ આવડતું હશે તો જ લાયસન્સ મળી શકશે. રાજકોટની આરટીઓ  કચેરીમાં આધુનિક AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક તૈયાર થઈ ચૂક્યો છે. રૂ. 80 લાખના ખર્ચે નિર્મિત ટ્રેકમાં 360 ડિગ્રી મૂવેબલ 17 આધુનિક કેમેરા અને RFID (રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટીફીકેશન) સેન્સર છે. જેને લીધે ટુ વ્હીલર અને ફોર વ્હીલરની ડ્રાઇવિંગ ટેસ્ટ ઝડપથી અને ચોકસાઈ પૂર્વક થઈ શકશે.

રાજકોટમાં આરટીઓ કચેરીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે. રૂ. 80 લાખના ખર્ચે નિર્મિત ટ્રેકમાં 360 ડિગ્રી મૂવેબલ 17 આધુનિક કેમેરા અને RFID (રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટીફીકેશન) સેન્સર છે. અન્ડર ગ્રાઉન્ડ સેન્સર અને પાવર બેકઅપની સુવિધા હોવાથી વાવાઝોડા કે વરસાદ સમયે તેમજ વિજળી ગૂલ થઈ ગઈ હશે તો પણ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ચાલુ રહેશે. નવા ટ્રેકમાં વાહન ચાલકોને કઈ રીતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની રહેશે.

રાજકોટના આરટીઓ અધિકારીના કહેવા મુજબ  આરટીઓનો નવો AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ટ્રેક માનવ હસ્તક્ષેપ રહિત છે. જેમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપનાર વ્યક્તિ ફેઈલ થાય તો તે પણ રિઝલ્ટમાં જણાવવામાં આવે છે. નવા ટ્રેકમાં ટેસ્ટ આપતા પહેલા ફરજિયાત વીડિયો જોવાનો રહેશે. જેથી વ્યક્તિ સરળતાથી સમજી શકશે કે કઈ રીતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની છે અને કેટલો સમય આ ટેસ્ટ માટે આપવામાં આવે છે.  જૂના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં 4 CCTV કેમેરા હતા. જ્યારે નવા ટ્રેકમાં 17 AI કેમેરા હશે. જે 360 ડિગ્રી ફરી શકશે. જેથી જો વ્યક્તિ ટેસ્ટમાં નાપાસ થાય તો તે બતાવે છે. જેથી બીજી વખત વ્યક્તિ જ્યારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપે ત્યારે તે બાબતોનું ધ્યાન રાખી શકશે.

સંબંધિત લેખો

Most Popular