1. Home
  2. revoi editor

revoi editor

મણિપુર: હથિયારો અને દારૂગોળા સાથે ચાર ઉગ્રવાદી ઝડપાયા

નવી દિલ્હીઃ મણિપુર પોલીસ અને સુરક્ષા દળોએ અલગ અલગ કાર્યવાહીમાં વિવિધ પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા ચાર કાર્યકરોની ધરપકડ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન હથિયારો, દારૂગોળો, સંદેશાવ્યવહાર સાધનો અને ઓળખ દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. પહેલા કાર્યવાહીમાં, સક્રિય PREPAK કેડર લંબમ રોશન સિંહ ઉર્ફે કેથમ ઉર્ફે અથૌબા (24) ને વિષ્ણુપુર પોલીસ સ્ટેશન વિસ્તારના નાઇકોંગ […]

ઈન્ડિગોમાં આંતરિક સમસ્યાઓની કારણે ફ્લાઈટ્સ રદ થઈઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હી: ઈન્ડિગો એરલાઈન્સમાં સતત ફ્લાઇટ્સ રદ થવાના સંકટને લઈને સરકારે કડક વલણ અપનાવ્યું છે. સંસદના શિયાળુ સત્રમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિન્જારાપુએ રાજ્યસભામાં જણાવ્યું કે, ઈન્ડિગોમાં તાજેતરમાં ફ્લાઈટ્સ રદ થવા પાછળનું કારણ એરલાઈનની આંતરિક સમસ્યાઓ હતી. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, સરકાર મુસાફરો, પાયલટો અને ક્રૂની સુરક્ષા […]

પાકિસ્તાનઃ મુનીર CDF બનતાની સાથે જ ઈમરાનની મુશ્કેલીઓ વધી, જેલમાં મુલાકાત ઉપર પ્રતિબંધ

પાકિસ્તાનની જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ બનતાની સાથે જ મુનીરે ઈમરાન ખાનને જેલમાં મળવા આવતા મુલાકાતીઓ ઉપર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાનમાં એક મહત્ત્વપૂર્ણ સૈન્ય નિમણૂક હેઠળ ફિલ્ડ માર્શલ આસિમ મુનીરને દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ (તરીકે નિયુક્ત […]

ઉત્તર પ્રદેશમાં કાતિલ ઠંડી, પ્રયાગરાજ સહિત અનેક જિલ્લાઓમાં શીતલહેરનું મોજુ ફરી વળ્યું

લખનઉ : ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે જ ઉત્તર પ્રદેશમાં ઠંડા પવનોએ જોર પકડ્યું છે અને ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યના અનેક જિલ્લાઓ શીતલહેરની ચપેટમાં આવી ગયા છે, જેના કારણે તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પૂર્વી અને મધ્ય ઉત્તર પ્રદેશમાં શિયાળાનો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે. લોકો ઠંડીથી બચવા માટે […]

ઈન્ડિગો સંક્ટ મામલે હસ્તક્ષેપ કરવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ઈન્ડિગો ફ્લાઈટ સાથે જોડાયેલા સંક્ટ મામલે તાત્કાલિક દખલગીરી કરવાનો ઈન્કાર કર્યો છે. અરજીમાં આ મામલે માંગણી કરવામાં આવી હતી. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતએ નોંધ્યું હતું કે, હાલત ખુબ જ ખરાબ હોય તો અલગ વાત છે, અમે સમજીએ છીએ કે, લાખો લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ સરકાર આ મામલે કાર્યવાહી […]

ઈન્ડિગો સંકટ યથાવત, સાતમાં દિવસે 450થી વધુ ફ્લાઇટ્સ રદ

નવી દિલ્હીઃ દેશની અગ્રણી એરલાઈન ઈન્ડિગોનું ઓપરેશન સંકટ સાત દિવસ પછી પણ થાળે પડ્યું નથી. સોમવારે વિવિધ એરપોર્ટ પર 450થી વધુ ઈન્ડિગોની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જેના કારણે હજારો મુસાફરો અટવાયા હતા. ભારતે અગાઉ ક્યારેય આટલું મોટું સંકટ જોયું નથી, તેથી સરકારે ઈન્ડિગોને તાત્કાલિક પોતાનું ઓપરેશન સુધારવા અને મુસાફરોને થતી મુશ્કેલીઓ દૂર કરવાના નિર્દેશ […]

અમેરિકામાં ભારતીય સમુદાય માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ: સન્ની રેડ્ડી મિશિગન રિપબ્લિકન પાર્ટીના સહ-અધ્યક્ષ તરીકે ચૂંટાયા

ભારતીય અમેરિકન ઉદ્યોગસાહસિક અને સમુદાયના અગ્રણી નેતા સન્ની રેડ્ડીની મિશિગન રિપબ્લિકન પાર્ટીના સહ-અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. અમેરિકાની આકરી રાજકીય સ્પર્ધા વચ્ચે ભારતીય સમુદાય માટે આ એક મોટી અને નોંધનીય સફળતા છે. મિશિગન રિપબ્લિકન પાર્ટીના ચેરમેન જિમ રૂનેસ્ટેડે સહ-અધ્યક્ષની પસંદગી ખૂબ જ વિચારપૂર્વક કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. તેમણે સન્ની રેડ્ડીની જમીની સ્તરની ઊર્જા, […]

દિલ્હી-NCRમાં પ્રદુષણ વધ્યું: ડિસેમ્બરની શરૂઆતથી AQI ગંભીર શ્રેણીમાં

નવી દિલ્હી : દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા સતત ખતરાના નિશાનથી ઉપર જળવાયેલી છે. ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ અહીંની હવાની ગુણવત્તા ‘અતિ ગંભીર’ શ્રેણીમાં નોંધાઈ રહી છે. રાજધાની દિલ્હીના મોટાભાગના મોનિટરિંગ સ્ટેશનો પર એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 320 થી 370 ની વચ્ચે રેકોર્ડ કરવામાં આવ્યો છે, જ્યારે નોઈડા અને ગાઝિયાબાદના અનેક વિસ્તારોમાં પણ સ્થિતિ અત્યંત દયનીય છે. […]

આઝાદીની લડતને ઊર્જા આપનાર ‘વંદે માતરમ’ના મંત્રએ  દેશને આત્મનિર્ભરતાનો માર્ગ બતાવ્યોઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હી: લોકસભામાં આજે ‘વંદે માતરમ’ ગીત પર વિશેષ ચર્ચા શરૂ થઈ, જે તેના 150 વર્ષ પૂરા થવાના ઐતિહાસિક અવસર નિમિત્તે યોજાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચર્ચામાં ભાગ લેતા ‘વંદે માતરમ’ને દેશની આઝાદીની લડાઈનો મુખ્ય પ્રેરણાસ્રોત ગણાવ્યો અને આ મંત્રને વિવાદોમાં ઘસડવા બદલ વિપક્ષો પર પ્રહાર કર્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, “જે મંત્રએ, જે […]

વિરાટ કોહલીએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, સચિન તેંડુલકરને પાછળ છોડી ઇતિહાસ રચ્યો

નવી દિલ્હી: Virat Kohli breaks Sachin Tendulkar: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની ODI શ્રેણીમાં વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરીને કુલ 302 રન બનાવ્યા. તેણે રાંચી ખાતેની પહેલી વનડેમાં 135 રન, રાયપુર ખાતેની બીજી મેચમાં 102 રન અને વિશાખાપટ્ટનમ ખાતેની ત્રીજી મેચમાં અણનમ 65 રન બનાવ્યા હતા. કોહલીના સારા પ્રદર્શનને કારણે, તેને પ્લેયર ઓફ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code