1. Home
  2. Vinayak Barot

Vinayak Barot

જંબુસર નજીક દરિયામાં ONGCના ઓઈલ સર્વે માટે જઈ રહેલી બોટ પલટી, એકનું મોત

23 કામદારોને બચાવી લેવાયા, દરિયાની ભરતીના મોજામાં બોટ 5 સેકન્ડમાં પલટી, એક શ્રમિક લાપત્તા થતાં શોઘખોળ હાથ ધરાઈ ભરૂચઃ  જિલ્લાના જંબુસર નજીક દરિયામાં ભરતીના ઉંચા મોજામાં ONGCના ઓઇલ સર્વે માટે જઈ રહેલી બોટ પલટી ગઈ હતી. જેમાં બોટના માલિકનું મોત નિપજ્યુ હતું. જ્યારે એક શ્રમિક લાપત્તા બન્યો હતો. જ્યારે 23 કામદારોને બચાવી લેવામાં આવ્યા છે. […]

કાર સાથે બાઈક અથડાવીને ઝઘડો કર્યો, અને ચોર 2.50 રૂપિયા ભરેલો થેલો લઈ ફરાર

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં બન્યો બનાવ, બાઈકચાલકે જાણી જોઈને કારને ટક્કર મારી, કારચાલકને ઝગડવામાં વ્યસ્ત રાખી અન્ય શખસોએ થેલાની ચોરી કરી અમદાવાદઃ શહેરના નારણપુરા વિસ્તારમાં બાઈક પર આવેલા બે શખસોએ જાણી જોઈને કાર સાથે બાઈકની સામાન્ય ટક્કર મારીને કારચાલક સાથે માથાકૂટ કરી હતી. કારચાલકને ઝઘડામાં વ્યસ્ત રાખીને અન્ય શખસ કારની સીટ પર મુકેલો રૂપિયા 2.50 લાખ […]

ગુજરાતમાં મતદાર યાદી સુધારણા (SIR)ની કામગીરી 98.19 ટકા પૂર્ણ

47 વિધાનસભા બેઠકો પર ગણતરીની100% કામગીરી સંપન્ન, 80 બેઠકો પર99%થી વધુ કામગીરી પૂર્ણ, 39 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા ગાંધીનગરઃ સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરી(Chief electoral office)ની સમગ્ર ટીમ તમામ જિલ્લાઓના […]

ગુજરાત બોર્ડ દ્વારા ધૂળેટીના દિવસે જ ધો.10-12ની પરીક્ષા ગોઠવાતા વાલીઓનો વિરોધ

બોર્ડ દ્વારા જાહેર રજાઓ જોયા વિના જ પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરાયું, 4થી માર્ચના રોજ ધૂળેટીના દિને પણ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા જવું પડશે, બોર્ડના છબરડા સામે વાલીઓમાં રોષ અમદાવાદઃ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં 26મી ફેબ્રુઆરીથી પરીક્ષાનો પ્રારંભ થશે. અને […]

સુરતમાં કૂતરાએ 4 વર્ષિય બાળકી પર હુમલો કરતા લોહીલૂહાણ, ત્રણ દિવસમાં બીજો બનાવ

સુરતમાં રખડતા કૂતરાનો આતંક વધતો જાય છે, છતાં મ્યુનિનું તંત્ર નિષ્ક્રિય, બપોરના ટાણે ઘર નજીક બાળકી રમી રહી હતી ત્યારે રખડતા કૂતરાએ હુમલો કર્યો, બાળકીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાઈ સુરતઃ શહેરમાં રખડતા કૂતરાનો ત્રાસ દૂર થતો નથી, ડોગ બાઈટના રોજબરોજ બનાવો બની રહ્યા છે. છતાં મ્યુનિ.કોર્પોરેશનનું તંત્ર નિષ્ક્રિય છે. ત્રણ દિવસ પહેલા જ એક […]

દક્ષિણ ભારતમાં સર્જાયેલા દિતવા ચક્રવાતને લીધે સુરતના કાપડ ઉદ્યોગને પડ્યો ફટકો

દક્ષિણ ભારતમાં પોંગલના તહેવારમાં સુરતથી કરોડો રૂપિયાનું કાપડ મોકલાતું હતુ વાવાઝોડાને લીધે તામિલનાડું-ચેન્નઈમાં સ્થાનિક કાપડ બજારો ઠપ્પ થઈ ગઈ છે ગત વર્ષે સુરતના વેપારીઓએ દક્ષિણ ભારતમાં 900 કરોડનો વેપાર કર્યો હતો, સુરતઃ દક્ષિણ ભારતના તામિલનાડુ સહિત રાજ્યોમાં તાજેતરમાં સર્જાયેલા દિતવા ચક્રવાતે ભારે ખાના ખરાબી કરી હતી. ચેન્નાઈ સહિત શહેરોમાં વેપાર ઉદ્યોગને સારૂએવું નુકસાન થયું છે. […]

વેરાવળના દરિયામાં ફિશિંગ બોટ પલટી જતા એક માછીમારનું મોત, ત્રણનો બચાવ

ફિશિંગ ટ્રોલર બોટએ ઓવરલોડના કારણે પલટી ખાધી વેરાવળના દરિયામાં બે નોટિકલ માઈલ દુર બન્યો બનાવ માછલીઓ ભરેલી જાળ ખેંચતા જ બોટ ઊંધી વળી સોમનાથઃ  વેરાવળ બંદર નજીક અરબી સમુદ્રમાં માછીમારી કરીને પરત ફરી રહેલી એક ફિશિંગ ટ્રોલર બોટ ઓવરલોડના કારણે પલટી જતાં બોટમાં સવાર એક માછીમાર અરવિંદ ભારાવાલાનું ડૂબી જવાથી મોત નિપજ્યુ હતું. જ્યારે બોટમાં […]

જામનગર જિલ્લામાં જૂદા જૂદા અકસ્માતના બનાવમાં મહિલા સહિત બેનાં મોત

જિલ્લામાં દરેડ નજીક બુલેટ મોટરસાયકલ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત લાલપુર નજીક બે બાઈક સામસામે અથડાતા એક બાઈકચાલકનું મોત પોલીસે બન્ને બનાવમાં અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી જામનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં અકસ્માતના વધુ બે બનાવોમાં મહિલા સહિત બેના મોત નિપજ્યા હતા. પ્રથમ અકસ્માતનો બનાવ દરેડ નજીક હાઈવે પર […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 54મો વાર્ષિક ખેલકૂદ મહોત્સવ 10મી ડિસેમ્બરથી યોજાશે

એથલેટિક્સની 26 ઇવેન્ટમાં 5 જિલ્લાના 400 ખેલાડીઓ ભાગ લેશે, વિજેતાઓ મેંગ્લોરમાં યોજાનારી ઓલ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લઈ શકશે, વિજેતા ખેલાડીઓને સ્થળ પર જ મેડલ પહેરાવી સન્માનિત કરાશે   રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 54મો વાર્ષિક ખેલકૂદ મહોત્સવ આગામી 10 થી 12 ડિસેમ્બર દરમિયાન યોજાશે. આ ખેલકૂદ મહોત્સવની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 10મી ડિસેમ્બરે ખેલકૂદ […]

સુરતમાં વધુ 80 કિલો નકલી પનીર અને 168 કિલો અખાદ્ય માવો પકડાયો

SOG પોલીસે મ્યુનિના ફુડ વિભાગના અધિકારીઓને સાથે રાખીને રેડ પાડી, ઉધનાના સ્ટોર્સમાંથી નકલી પનીરનો જથ્થો પકડાયો, પૂણા વિસ્તારના ફ્લેટમાંથી 168 કિલો ભેળસેળયુક્ત માવો મળ્યો સુરતઃ શહેરમાં રોજબરોજ ભેળસેળયુક્ત અને નકલી ખાદ્યચિજવસ્તુઓ પકડાય રહી છે. શહેરના સ્પેશિયલ ઓપરેશન ગૃપ (SOG) પોલીસે મ્યુનિના ફુડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને સાથે રાખીને ઝૂંબેશ ચલાવતા ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code