1. Home
  2. Vinayak Barot

Vinayak Barot

પોલીસની ભરતી માટે તૈયારીઓ કરનારા યુવાનો માટે પોલીસના ગ્રાઉન્ડ ખુલ્લા મુકાશે : હર્ષ સંઘવી

અમદાવાદમાં ખાખી ભવન સહિત ગ્રામ્ય પોલીસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત જનતાનો વિશ્વાસ જીતવાની બાબતે અમદાવાદગ્રામ્ય પોલીસ રોલમૉડલ બનશે નાગરિકો સાથે પ્રેમથી જ્યારે ગુનેગારો સાથે વધારે કડકાઈથી વર્તવા ગૃહમંત્રીએ કર્યુ સૂચન અમદાવાદઃ નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી  હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદ ગ્રામ પોલીસ હેડક્વાર્ટર ખાતે ખાખી ભવન સહિતનાં અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું હતું. આ […]

અમદાવાદમાં કાલે ઈન્ડિયા-સાઉથ આફ્રિકા વચ્ચે T-20 ક્રિકેટ મેચ, મેટ્રો ટ્રેન રાત્રે 12.30 સુધી દોડશે

ક્રિકેટ મેચ જોવા આવતા લોકો માટે મેટ્રો ટ્રેનો મોડી રાત સુધી દોડશે મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 સુધી રાત્રે બે વધારાની મેટ્રો ટ્રેનો દોડાવાશે મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનમાં પ્રવેશ માટે માત્ર સ્પેશ્યલ પેપર ટિકિટ માન્ય રહેશે અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આવતી કાલે તા. 19/12/2025ના રોજ યોજાનારી ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની […]

સુરેન્દ્રનગરમાં દૂધરેજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં લીલ અને જંગલી ઘાસના થર જામ્યા

નર્મદા કેનાલમાં દૂષિત પાણીને લીધે રોગચાળાની ભીતિ સફાઈના નામે નર્મદા વિભાગ માત્ર કાગળ પર કામગીરી કરતો હોવાનો આક્ષેપ કેનાલના કાંઠે બાવળો ઉગી નિકળ્યા સુરેન્દ્રનગરઃ શહેરના દૂધરેજ વિસ્તારમાં પસાર થતી નર્મદાની કેનાલમાં લીલ જામતા અને કેનાલની આજુબાજુ જંગલી ઘાસ ઊગી નિકળતા તેમજ કેનાલમાં ઠલવાતા કચરાને કારણે પાણી દૂષિત થયુ છે.  સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર અને વઢવાણ સહિતના વિસ્તારોની અંદાજે […]

ધ્રાંગધ્રા શહેરના માનસાગર તળાવ નજીક રાજાશાહી વખતનો બ્રિજ બન્યો જર્જરિત

લોકોને જીવના જાખમે બ્રિજ પરથી જવુ પડે છે બ્રિજનું મજબૂતીકરણ કરવામાં નહીં આવે તો મોટી દુર્ધટનાની ભીતિ રાજાશાહી વખતના આતિહાસિક બ્રિજને મરામત કરવામાં તંત્રની ઉદાસિનતા ધ્રાંગધ્રાઃ શહેરના માનસાગર તળાવ નજીક આવેલા અને કોલેજ તેમજ મેલડી માતાજીના મંદિર તરફ જવાના મુખ્ય માર્ગ પરના રાજાશાહી વખતનો ઐતિહાસિક બ્રિજ હાલ અતિ જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયો છે. આ બ્રિજ […]

અમદાવાદમાં એસજી હાઈવેના સોલા બ્રિજ પર ટાયર ફાટતા ટેમ્પાએ પલટી ખાધી

સોલા બ્રિજ પર ટેમ્પાએ પલટી ખાતા ટ્રાફિકજામ સર્જાયો વહેલી સવારે ઘટના બનતા કોઈ જાનહાની ન થઈ ટ્રાફિક પોલીસે દોડી જઈને પલટી ખાધેલા ટેમ્પાને રોડ પરથી હટાવ્યો અમદાવાદઃ શહેરમાં એસજી હાઈવે પર આજે વહેલી સવારે એક ટેમ્પો સોલા બ્રિજ પરથી પૂર ઝડપે જઈ રહ્યો હતો. ત્યારે ટેમ્પાનું ટાયર ફાટતા ટેમ્પાચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો બ્રિજ […]

વડોદરામાં કમાટીબાગ ઝૂમાં વ્હાઈટ ટાઈગરની જોડી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે

રાજકોટના પ્રાણી સંગ્રહાલયે વડોદરાને સફેદ વાઘની જોડી ભેટ આપી વડોદરા ઝૂએ રાજકોટને મકાઉ અને એમેઝોન પેરોટ સહિત પક્ષીઓ આપ્યા વડોદરામાં 15 દિવસ બાદ સફેદ વાઘ – વાઘણની જોડીને પ્રવાસીઓ નિહાળી શકશે વડોદરાઃ રાજકોટના પ્રદ્યુમનપાર્ક પ્રાણી સંગ્રહાલય દ્વારા એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત વડોદરા કમાટીબાગ પ્રાણી સંગ્રહાયલને સફેદ વાઘ-વાઘણની જોડી ભેટ આપવામાં આવી છે. કમાટીબાગમાં આવેલા પ્રાણી […]

સુરતમાં જાણીતી બ્રાન્ડના નામે નકલી બ્યુટી પ્રોડક્ટસ બનાવતું કારખાનું પકડાયુ

આરોપીઓ ડૂપ્લીકેટ ફેસક્રીમ બનાવીને જાણીતી બ્રાન્ડના સ્ટીકર લગાવી દેતા હતા આરોપીઓ જાણીતી બ્રાન્ડના નામે અડધી કિંમતે નકલી ફેસક્રીમ વેચતા હતા સુરતના પૂણા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી સુરતઃ પનીર, માખણ, ઘી સહિત નકલી ખાદ્ય ચિજ-વસ્તુઓ પકડાયા બાદ જાણીતી બ્રાન્ડના નામે નકલી બ્યુટી પ્રોડક્ટ બનાવતુ કારખાનુ પકડાયુ છે. શહેરના પુણા વિસ્તારમાં આવેલા શાશ્વત […]

અમદાવાદના સિન્ધુભવન રોડ પરના બંગલામાં રાત્રે લૂંટારૂ શખસો ત્રાટક્યા, એક લાખ રોકડની લૂંટ

ચાર બુકાનીધારી લૂંટારૂઓ મધરાત બાદ બંગલામાં પ્રવેશ્યા બિલ્ડરને મારમારીને છરી ગળા પર મુકીને તિજોરી પાસે લઈ ગયા તિજોરી ન ખૂલતા બિલ્ડરને ધમકી આપીને નાસી ગયા અમદાવાદઃ શહેરના સિન્ધુભવન રોડ પર આવેલા એક બંગલામાં મધરાત બાદ ચાર બુકાનીધારી લૂંટારૂઓએ ત્રાટકીને બંગલામાં રહેતા બિલ્ડરને ધમકી આપી મારમારીને છરીની અણિએ રૂપિયા એક લાખ રોકડની લૂંટ કરી હતી, બિલ્ડરને […]

અમદાવાદમાં ખોખરા વિસ્તારમાં ડમ્પરે એક્ટિવા સ્કૂટરને ટક્કર મારતા સ્કૂટરસવાર યુવતીનું મોત

ગત મોડી રાતે પૂરફાટ ઝડપે ડમ્પરે સ્કૂટરને ટક્કર મારી સ્કૂટરસવાર યુવતીનું ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે મોત નિપજ્યુ આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના ખોખરા વિસ્તારમાં ગત રાતે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો, ખોખરા વિસ્તારમાં ગત મોડી રાતે […]

વડોદરા કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેલ મળ્યો

અકોટા પોલીસ, એસ.ઓ.જી., વડોદરા ક્રાઈમ બ્રાન્ચ તેમજ બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમો પહોંચી કલેકટર કચેરીમાં જીણવટભરી તપાસ પણ કંઈ મળ્યુ નહીં કલેકટર કચેરીએ રજુઆત માટે આવેલા અરજદારો અટવાયા વડોદરાઃ જિલ્લા કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેલ મળતા પોલીસ કાફલો દોડી ગયો હતો. ઈ-મેલમાં લખવામાં આવ્યું હતુ કે, ‘1 વાગ્યા સુધીમાં કચેરી ખાલી કરાવી દેજો, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code