1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બનાસકાંઠાના કુંભારીયા અને જલોત્રા ગામે આવાસ યોજનામાં લાભાર્થીઓને CMએ કારાવ્યો ગૃહપ્રવેશ
બનાસકાંઠાના કુંભારીયા અને જલોત્રા ગામે આવાસ યોજનામાં લાભાર્થીઓને CMએ કારાવ્યો ગૃહપ્રવેશ

બનાસકાંઠાના કુંભારીયા અને જલોત્રા ગામે આવાસ યોજનામાં લાભાર્થીઓને CMએ કારાવ્યો ગૃહપ્રવેશ

0
Social Share

પાલનપુરઃ  વિકસિત ભારત, વિકસિત ગુજરાત આવાસ અર્પણના ઐતિહાસિક કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે યાત્રાધામ અંબાજી નજીક કુંભારિયા અને વડગામ તાલુકાના જલોત્રા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલ વસાહતની મુલાકાત લઈ લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો.

અત્રે ઉલ્લખની છે કે, વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી નજીક કુંભારીયા ખાતે  શક્તિ વસાહતમાં 101 આવાસો અને વડગામ તાલુકાના જલોત્રા ગામે નિર્માણ પામેલ 91 આવાસોનું  શનિવારે વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. જે આવાસોના લાભાર્થીઓની મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે પ્રત્યક્ષ મુલાકાત લઈ આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓના ઘરે કુંભ મુકી તેનું પૂજન કરી ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. પ્રેમ, હૂંફ અને લાગણીઓના સુખના સરનામા સમાન ઘર મળતા લાભાર્થીઓએ ખુશી વ્યક્ત કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે  આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા,  શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના અધ્યક્ષા શ્રીમતી ઉષાબેન અગ્રવાલ સહિત અધિકારીઓ- પદાધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત 2.993 કરોડના ખર્ચે તૈયાર થયેલા 1,31,454 આવાસોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતની 182 બેઠક પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી લાભાર્થીઓ સાથે વિશેષ ચર્ચા કરી હતી. બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે ગુજરાતના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આવાસ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ડીસા ખાતે મુખ્યમંત્રીએ આવાસ અર્પણ કર્યા બાદ CM સહિતનો કાફલો જગતજનની મા અંબાના ધામ અંબાજી ખાતે પહોચ્યો હતો.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code