
અમદાવાદમાં બાકી પ્રોપર્ટી ટેક્સ સામે ઝૂંબેશ, મ્યુનિ.એ એકજ દિવસમાં 17,702 મિલક્તો સીલ કરી
અમદાવાદઃ શહેરમાં એએમસી દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સ સામે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરના ઘણા કોમર્શિયલ પ્રોપ્રટી ધારકોનો વર્ષોનો ટેક્સ બાકી છે.મ્યુનિ.ના ટેક્સ વિભાગ દ્વારા બાકી ટેક્સની વસુલાત માટે વિવિધ વિસ્તારોમાં મિલકત સીલીંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં એક જ દિવસમાં ટેક્સ વિભાગની વિવિધ ટીમોએ સપાટો બોલાવી કુલ 17,702 જેટલી મિલકતોને સીલ કરી દીધી છે. સૌથી વધુ પૂર્વ ઝોનમાં કુલ 7219 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે. સીલીંગ ઝુંબેશ અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશનને ટેક્સની આવક 11.25 કરોડ થઈ હતી.
એએમસીના ટેક્સ વિભાગ દ્વારા બાકી ટેક્સની વસુલાત માટે શહેરના વિવિધ વિસ્તારોમાં મિલકત સીલીંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. ઘણા પ્રોપર્ટીધારકો નોટિસ આપ્યા હોવા છતાંયે બાકી ટેક્સ ભરતા નથી. આથી ટેક્સ વિભાગની વિવિધ ટીમોએ સપાટો બોલાવી કુલ 17,702 જેટલી મિલકતોને સીલ કરી દીધી હતી. સૌથી વધુ પૂર્વ ઝોનમાં કુલ 7219 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી હતી. સીલીંગ ઝુંબેશ અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશનને ટેક્સની આવક 11.25 કરોડ થઈ છે.
આ ઉપરાંત AMC દ્વારા સ્વચ્છતા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જાહેર રોડ ઉપર ગંદકી, કચરો ફેંકવો, શાકભાજી વેચતા ફેરીયા, પાનના ગલ્લા ચાની કીટલીઓ વગેરે પર પેપર કપનો વપરાશ, પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ ઉત્પાદન અને સંગ્રહ વગેરે કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉત્તર પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા ચાંદલોડિયા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જાહેર રોડ પર ગંદકી બદલ પાંચ દુકાનને સીલ મારવામાં આવી હતી. જાહેરમાં ગંદકી બદલ 158 એકમોને નોટિસ આપી 1.80 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. તેમજ સ્માર્ટ સિટી પ્રોજેકટ અતંર્ગત 130થી વધારે ટ્રાફિક સિગ્નલો, જાહેર સ્થળો પર લગાવવામાં આવેલા 6000થી વધારે સી.સી.ટી.વી કેમેરાનાં આધારે વાહનો ચલાવતા પાન-મસાલા ખાઇ જાહેરમાં થૂંકનાર નાગરીકોની વીડિયો ક્લિપ ઈમેજ પરથી વાહન નંબર મેળવી દંડ ભરવા માટે તેઓનાં રહેઠાણનાં સરનામે ઈ-મેમો પણ મોકલવામાં આવી રહ્યા છે.