1. Home
  2. કૃષિ – ખેતી

કૃષિ – ખેતી

ICAR-IARIનો મહત્વનો નિર્ણય: તમામ વિદ્યાર્થીઓ માટે અભ્યાસ ઓફલાઈન મોડમાં જ રહેશે

નવી દિલ્હી, 28 માર્ચ 2026: દેશની પ્રતિષ્ઠિત કૃષિ સંશોધન સંસ્થા ICAR-ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (IARI) એ તેના શૈક્ષણિક સમયપત્રક અંગે ચાલી રહેલી અસમંજસનો અંત લાવ્યો છે. સંસ્થાએ 25 માર્ચ, 2026ના રોજ જારી કરેલી ઓનલાઈન વર્ગોની સૂચના સત્તાવાર રીતે પાછી ખેંચી લીધી છે. હવે અંડરગ્રેજ્યુએટ, માસ્ટર અને પીએચડીના તમામ વર્ગો અગાઉની માફક જ કેમ્પસ પર ઓફલાઈન […]

ખેડૂતોને મોટી રાહત, સિંચાઈ માટે 20 એપ્રિલ સુધી સિંચાઈ માટે પાણી મળશે

ગાંધીનગર, 28 માર્ચ 2026: રાજ્યમાં કાળઝાળ ઉનાળાની શરૂઆત વચ્ચે નાગરિકો અને જગતના તાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલે વિશ્વાસ અપાવ્યો છે કે ચાલુ વર્ષે રાજ્યમાં પીવાના પાણી કે સિંચાઈ માટે કોઈ તંગી સર્જાશે નહીં. મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના જળાશયોમાં પૂરતો જળજથ્થો ઉપલબ્ધ હોવાથી ઉનાળામાં પાણીની સમસ્યા નહિવત રહેશે. […]

આણંદ કૃષિ યુનિવર્સિટીના ખાંધા કેન્‍દ્ર દ્વારા ખેડૂતો માટે પ્રેરણા પ્રવાસ

આણંદ, 28 માર્ચ, 2026 – આણંદ કૃષિ યુનિવર્સિટીના ખાંધા કેન્‍દ્ર દ્વારા ખેડૂતો માટે પ્રેરણા પ્રવાસનું આયોજન થયું હતું. નર્મદા પિયત સંશોધન યોજના, આણંદ કૃષિ યુનિવર્સિટી, ખાંધા કેન્‍દ્ર દ્વારા સરદાર સરોવર પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા જીલ્લાના વણછરા ગામના 47 ખેડૂતોને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી ખાતે પ્રેરણા પ્રવાસે લઇ જવામાં આવ્યા હતા. પ્રેરણા પ્રવાસની શરૂઆત કરાવતી વખતે ખાંધા […]

આણંદ કૃષિ યુનિવર્સિટીએ નેશનલ યુથ ફેસ્ટીવલમાં અનોખી સિદ્ધિ મેળવી

આણંદ, 28 માર્ચ, 2026 – આણંદ કૃષિ યુનિવર્સિટીએ નેશનલ યુથ ફેસ્ટીવલમાં અનોખી સિદ્ધિ મેળવી છે. 39મા ઇન્ટર યુનિવર્સિટી નેશનલ યુથ ફેસ્ટીવલ 2025-26નું આયોજન સત્યબામા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ચેન્નાઇ ખાતે દરમ્યાન કરવામાં આવ્યું હતું. જેમાં આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદની 11 વિદ્યાર્થીનીઓની ફોક ડાન્સની ટીમે ભાગ લીધો હતો. ફોક ડાન્સમાં ભાગ લીધેલી 24 યુનિવર્સિટીઓમાં આણંદ […]

ખાતરની સંગ્રહખોરી – કાળાબજાર ઉપર એક્શન, ખેડૂતોનાં હિતના રક્ષણ માટે 6900 લાયસન્સ રદ

સરકારે ફોસ્ફેટિક અને પોટાસિક (P&K) ખાતરો માટે ન્યુટ્રિએન્ટ-બેઝ્ડ સબસિડી (NBS) યોજના અમલમાં મૂકવાનું ચાલુ રાખ્યું છે નવી દિલ્હી, 27 માર્ચ, 2026 – ભારત સરકારે ખાતરની સંગ્રહખોરી, ડાયવર્ઝન અને કાળાબજારને રોકવા માટે કડક અમલીકરણના પગલાં હાથ ધર્યા છે. આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં, રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી શ્રીમતી અનુપ્રિયા એસ. પટેલે માહિતી આપી હતી કે […]

ગુજરાતમાં વારસાની જમીન વહેચણીમાં હવે માત્ર રૂપિયા 300ની જ સ્ટેમ્પ ડ્યુટી લેવાશે

ગાંધીનગર,27 માર્ચ 2026:  Now only 300 stamp duty will be charged in the distribution of inherited land મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સીધી લીટીના અને આડી લીટીના વારસદારો વચ્ચે થતા જમીન સંબંધિત આંતરિક વ્યવહારો માટે જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈઓમાં રાહત આપવાનો પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી સમક્ષ સમાજના વિવિધ અગ્રણીઓ, કિસાન સંઘ તથા ખેડૂત સંગઠનો […]

ઉત્તર ગુજરાતમાં 2.17 લાખ હેકટરોમાં ઉનાળુ પાકની વાવણી પૂર્ણ, હજુ 50 ટકા વાવેતર બાકી

ગાંધીનગર, 24 માર્ચ 2026: Sowing of summer crops completed in 2.17 lakh hectares in North Gujarat  ઉત્તર ગુજરાતમાં રવિ સીઝન પૂર્ણ થતાં ખેડૂતો ઉનાળું વાવેતરના કામમાં પરોવાયા છે.  ઉત્તર ગુજરાતમાં ઉનાળુ સીઝન માટે કુલ 4,28,164 હેક્ટરમાં વાવેતરનો અંદાજ રાખવામાં આવ્યો હતો. જેની સામે અત્યાર સુધીમાં 2,17,615 હેક્ટર વિસ્તારમાં વાવણીની પ્રક્રિયા આટોપી લેવામાં આવી છે, એટલે […]

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ‘પ્રાકૃતિક કૃષિ’ તાલીમ કાર્યક્રમ યોજાયો

આણંદ, 24 માર્ચ, 2026 – Natural farming એગ્રોનોમી વિભાગ, બી. એ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ દ્વારા તા: ૧૬ થી ૨૦ માર્ચ, ૨૦૨૬ દરમ્યાન પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિ અંતર્ગત ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમનો ઉદ્ઘાટન સમારોહ ડો. આર. એ. પટેલ, પ્રાધ્યાપક અને વડા, એગ્રોનોમી વિભાગના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. સદર તાલીમમાં દાહોદ અને અરવલ્લી જિલ્લાના પ્રાકૃતિક […]

ઘણા ખેડૂતોની આવક બમણી થઈ છે: શિવરાજ સિંહ ચૌહાણ

નવી દિલ્હી, 24 માર્ચ 2026: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે લોકસભામાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દરેક પરિસ્થિતિમાં ખેડૂતોને તેમના ઉત્પાદન માટે વાજબી ભાવ આપવા માટે પ્રતિબદ્ધ છે અને અન્નદાતાને સંકટમાંથી બચાવવા માટે કોઈ કસર છોડવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે NDA સરકારે […]

હોર્મુઝની ખાડીમાં નાકાબંધીથી ભારત પર સંકટ: ગેસનો પુરવઠો ખોરવાતા યુરિયાનું ઉત્પાદન અડધું થયું

નવી દિલ્હી, 23 માર્ચ 2026: મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે વધી રહેલા સશસ્ત્ર સંઘર્ષની સીધી અસર હવે ભારતના રસોડા અને ખેતરો સુધી પહોંચી રહી છે. ઇરાન દ્વારા વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ એવી હોર્મુઝની ખાડીની નાકાબંધી કરવામાં આવતા વૈશ્વિક ઊર્જા સપ્લાય ચેઇન તૂટી પડી છે. આના પરિણામે ભારતમાં ગેસનો પુરવઠો ખોરવાયો છે અને દેશના યુરિયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code