1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

હલ્દિયામાં નવું નૌસેનિક મથક તૈયાર, ચીન-પાક-બાંગ્લાદેશ પર રખાશે નજર

કોલકાતા, 8 જાન્યુઆરી 2026: પશ્ચિમ બંગાળના હલ્દિયામાં ભારતીય નૌસેના એક નવું વ્યૂહાત્મક નૌસેનિક મથક તૈયાર કરી રહી છે. હલ્દિયા પોર્ટ ઓથોરિટીના સહયોગથી તૈયાર થઈ રહેલી આ સુવિધાનો મુખ્ય હેતુ દરિયાઈ સરહદની સુરક્ષા વધારવા અને પડોશી દેશોની શંકાસ્પદ ગતિવિધિઓ પર અંકુશ મેળવવાનો છે. ઝડપી જહાજોની થશે તૈનાતી આ નૌસેનિક મથક પર વિશેષ કરીને ફાસ્ટ ઈન્ટરસેપ્ટર ક્રાફ્ટ […]

ચીફ્સ ઓફ સ્ટાફ કમિટીએ તાલીમ વિઝન દસ્તાવેજ બહાર પાડ્યો

નવી દિલ્હી, 8 જાન્યુઆરી 2026: ચીફ્સ ઓફ સ્ટાફ કમિટીએ ભારતીય સશસ્ત્ર દળોની તાલીમને ભવિષ્યના પડકારો સાથે સંરેખિત કરવા માટે એક મહત્વપૂર્ણ વિઝન દસ્તાવેજ બહાર પાડ્યો છે. આર્મી, નેવી અને એરફોર્સ માટે સંયુક્ત રીતે તૈયાર કરાયેલ આ દસ્તાવેજ તાલીમ પ્રણાલીઓને વધુ આધુનિક, અસરકારક અને ભવિષ્યલક્ષી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (IDS) દ્વારા […]

પ્રધાનમંત્રીએ ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ સમુદ્ર પ્રતાપના કમિશનિંગની પ્રશંસા કરી

નવી દિલ્હી, 7 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ (ICGS) સમુદ્ર પ્રતાપના કમિશનિંગની પ્રશંસા કરી, જે ભારતની દરિયાઈ યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. તેમણે કહ્યું કે આ અદ્યતન જહાજનો સમાવેશ અનેક કારણોસર નોંધપાત્ર છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ કમિશનિંગ સંરક્ષણ અને દરિયાઈ ક્ષમતાઓમાં આત્મનિર્ભર ભારતના ભારતના વિઝનને મજબૂત બનાવે છે. તેમણે વધુમાં […]

પ્રદૂષણ નિયંત્રણ જહાજ ‘ICGS સમુદ્ર પ્રતાપ’ કાર્યરત; કોસ્ટ ગાર્ડમાં પ્રથમવાર મહિલા અધિકારીઓની નિયુક્તિ

ગોવા, 05 જાન્યુઆરી 2026: Pollution control ship ‘ICGS Samudra Pratap’ operational ભારતના શિપબિલ્ડિંગ ક્ષેત્રે ‘આત્મનિર્ભરતા‘ તરફ એક મોટું કદમ ભરતા, રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે ગોવા ખાતે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ શિપ (ICGS) ‘સમુદ્ર પ્રતાપ’ રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. ગોવા શિપયાર્ડ લિમિટેડ (GSL) દ્વારા નિર્મિત આ ભારતનું પ્રથમ સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલું ‘પોલ્યુશન કંટ્રોલ વેસલ’ (પ્રદૂષણ નિયંત્રણ […]

આગામી વર્ષોમાં ભારત હથિયારો મામલે પુરી રીતે આત્મનિર્ભર બની જશેઃ રક્ષામંત્રી

જયપુર, 3 જાન્યુઆરી: રક્ષામંત્રી રાજનાથસિંહએ ઉદેપુરમાં ભૂપાલ નોબલ્સ વિશ્વવિદ્યાલયના 104માં સ્થાપના દિવસના સમારોહમાં ભાગ લીધો હતો. આ પ્રસંગ્રે તેમણે શિક્ષા વ્યવસ્થાની ભૂમિકા ઉપર વાત કરી હતી. રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, એવી શિક્ષણ પ્રણાલીને સફળ ના માની શકાય જે જ્ઞાનની સાથે વિનમ્રતા, ચરિત્ર અને નૈતિક મૂલ્યોનો વિકાસ ના કરે. તેમણે કહ્યું કે, આજે અનેકવાર જોવા […]

ભારત 90 ટકા સ્વદેશી ગોળા-બારૂદ સાથે દુશ્મનોને જવાબ આપશે

નવી દિલ્હી, 1 જાન્યુઆરી 2026: મે 2025માં ‘ઓપરેશન સિંદૂર’ ભલે ચાર દિવસમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું હોય, પરંતુ બદલાતા વૈશ્વિક સંજોગો વચ્ચે ભારતીય સેના હવે લાંબા ગાળાના યુદ્ધ માટે પોતાને સજ્જ કરી રહી છે. આ વ્યૂહરચનાના ભાગરૂપે સેનાએ વિદેશી ગોળા-બારૂદ પરની નિર્ભરતા ઘટાડી દીધી છે. હવે ભારતીય સેના 90 ટકા જેટલો સ્વદેશી દારૂગોળો વાપરી રહી છે, […]

ભારત અને પાકિસ્તાને પરમાણુ ઠેકાણાઓની યાદીની કરી આપ-લે

નવી દિલ્હી, 1 જાન્યુઆરી 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમા પર વધતા તણાવ, સંબંધોમાં આવેલી કડવાશ અને તાજેતરના સૈન્ય સંઘર્ષ છતાં બંને દેશોએ પરમાણુ મોરચે રાજદ્વારી સમજદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વર્ષ 2026ની પ્રથમ સવારે એટલે કે ગુરુવારે, બંને દેશોએ પોતપોતાના પરમાણુ પ્રતિષ્ઠાનો અને સુવિધાઓની યાદી એકબીજાને સોંપી હતી. મે 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે […]

બારામુલાના જંગલોમાંથી આતંકી અડ્ડાનો પર્દાફાશ, વિસ્ફોટક સામગ્રી જપ્ત

નવી દિલ્હી, 31 ડિસેમ્બર 2025: નવા વર્ષની ઉજવણી પૂર્વે જમ્મુ-કાશ્મીરમાં મોટી જાનહાનિના ઈરાદે રચાયેલું આતંકી કાવતરું સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યું છે. ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લામાં હાથ ધરવામાં આવેલા એક સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓના એક ગુપ્ત અડ્ડાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અહીંથી વિસ્ફોટક સામગ્રી અને જીવતા કારતૂસનો મોટો જથ્થો મળી આવ્યો છે. સત્તાવાર માહિતી અનુસાર, […]

ભારતની સુરક્ષા વધશે: રશિયાએ S-350 વિટ્યાઝ એર ડિફેન્સ સિસ્ટમ ઓફર કરી

નવી દિલ્હી, 31 ડિસેમ્બર 2025: ભારતની સૈન્ય શક્તિમાં ધરખમ વધારો કરવા અને સરહદોને દુશ્મન માટે ‘નો એન્ટ્રી ઝોન’ બનાવવા માટે રશિયાએ વધુ એક મોટું પગલું ભર્યું છે. વિશ્વવિખ્યાત S-400 બાદ હવે રશિયાએ ભારતને પોતાની અત્યંત ઘાતક અને સચોટ મધ્યમ અંતરની એર ડિફેન્સ સિસ્ટમ S-350 Vityaz ઓફર કરી છે. સૌથી મહત્વની વાત એ છે કે, રશિયા […]

કાશ્મીરઃ સરહદ પર ડ્રોનનું મંડરાતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ

નવી દિલ્હી, 31 ડિસેમ્બર 2025: ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન તરફથી ફરી એકવાર નાપાક હરકત જોવા મળી છે. જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લાના ફૂલપુર વિસ્તારમાં એક શંકાસ્પદ ડ્રોન દેખાતા સુરક્ષા દળો સતર્ક થઈ ગયા છે. આ ઘટનાની સાથે જ ખીણના કેટલાક જિલ્લાઓમાં રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર VPN ના ઉપયોગ પર પણ પાબંદી લાદી દેવામાં આવી છે. સરહદ પારથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code