1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

ભારતીય એરોસ્પેસ ઈતિહાસમાં નવો અધ્યાય ઉમેરાશે, તેજસ પર સ્વદેશી કાવેરી એન્જિનનું પરીક્ષણ થશે

નવી દિલ્હી : ભારત ટૂંક સમયમાં એરોસ્પેસ ક્ષેત્રમાં ઐતિહાસિક પગલું ભરવા જઈ રહ્યું છે. DRDOના સૂત્રો મુજબ સ્વદેશી બનાવેલ કાવેરી એન્જિનને લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસ પર પરીક્ષણ માટે લગાવવામાં આવશે. આ પહેલીવાર હશે જ્યારે દેશે પોતે વિકસાવેલ એન્જિન કોઈ લડાકૂ વિમાન પર ચકાસવામાં આવશે. આ પ્રોજેક્ટ આગળ વધારવા માટે DRDO, HAL (હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ), […]

ભારતીય વાયુસેનાનું ઐતિહાસિક મિગ-21 બાયસન 26 સપ્ટેમ્બરે ભરશે અંતિમ ઉડાન

નવી દિલ્હીઃ  ભારતીય વાયુસેનાનું સૌથી જૂનું અને ગૌરવશાળી લડાકુ વિમાન મિગ-21 બાયસન હવે ઇતિહાસ બનવા જઈ રહ્યું છે. આવતી 26 સપ્ટેમ્બરે ચંદીગઢ એરબેસ પરથી આ વિમાન તેની અંતિમ ઉડાન ભરશે. આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા માટે વાયુસેનાએ વિશેષ આયોજન કર્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ વિદાય સમારોહમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ તેમજ વાયુસેનાના અનેક નિવૃત્ત પાઇલટ્સ […]

ભારતીય વાયુસેનાને મળશે બે તેજસ-માર્ક 1A લડાકૂ વિમાન, બીકાનેર એરબેસ પર થશે તૈનાત

નવી દિલ્હી : ભારતીય વાયુસેનાને આવતા મહિને, એટલે કે ઓક્ટોબર 2025માં, બે તેજસ-માર્ક 1A લડાકૂ વિમાન મળશે. હિંદુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડ (HAL)ના સૂત્રો અનુસાર, વિમાનોની ડિલિવરી માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. જોકે, આ ડિલિવરી લગભગ બે વર્ષના વિલંબ બાદ થઈ રહી છે. HALના અધિકારીઓએ જણાવ્યું કે સપ્ટેમ્બર મહિનામાં તેજસ Mk-1Aના અનેક ફાયરિંગ ટેસ્ટ હાથ ધરાશે. […]

ભારતીય વાયુસેના કરાચીના હવાઈ વિસ્તારમાં સામે કરશે યુદ્ધાભ્યાસ, NOTAM જાહેર

નવી દિલ્હીઃ ઑપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને કડક પાઠ શીખવ્યા પછી પણ ભારતીય વાયુસેના પોતાની તૈયારીમાં કોઈ કસર છોડી રહી નથી. સતત યુદ્ધાભ્યાસ દ્વારા વાયુસેના પોતાની શક્તિને વધુ મજબૂત બનાવી રહી છે. તાજા માહિતી મુજબ ભારતીય વાયુસેના હવે કરાચીના હવાઈ વિસ્તારમાં સામે એક મોટા યુદ્ધાભ્યાસની યોજના બનાવી રહી છે. આ અભ્યાસમાં અનેક લડાકૂ વિમાન ભાગ લેશે. આ […]

સંરક્ષણ મંત્રાલયે નિવૃત્ત સૈનિકોની કલ્યાણ સેવાઓ વધારવા માટે QCI સાથે MoU પર હસ્તાક્ષર કર્યા

નવી દિલ્હીઃ “સેવામાં ગુણવત્તા – ભૂતપૂર્વ સૈનિકો માટે આદર” પ્રત્યેની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરતાં, સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિક કલ્યાણ વિભાગ (DESW) એ 26 ઓગસ્ટ 2025ના રોજ નવી દિલ્હીમાં ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (QCI) સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા. તેનો ઉદ્દેશ્ય 63 લાખથી વધુ ભૂતપૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે પેન્શન, આરોગ્યસંભાળ, પુનર્વસન અને કલ્યાણ સેવાઓની […]

‘સુદર્શન ચક્ર’ પ્રોજેક્ટમાં ત્રણેય દળોનું વ્યાપક સંકલન જરૂરી : CDS ચૌહાણ

ભોપાલઃ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ અનિલ ચૌહાણે જણાવ્યું હતું કે ‘સુદર્શન ચક્ર’ વાયુ સંરક્ષણ પ્રણાલી માટે એક મજબૂત માળખાગત સુવિધા વિકસાવવી પડશે, જેમાં મિસાઇલો અને સર્વેલન્સ સિસ્ટમ્સ જેવી મુખ્ય ત્રિ-સેવા લશ્કરી સંપત્તિઓનો સમાવેશ થશે જેથી એક અભેદ્ય વ્યૂહાત્મક કવચ બનાવી શકાય. ‘આર્મી વોર કોલેજ’ ખાતે આયોજિત ‘રણ સંવાદ’ પરિષદને સંબોધતા જનરલ ચૌહાણે કહ્યું […]

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને સશસ્ત્ર સીમા બળ- અલવર વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષામાં તાલીમ મુદ્દે MoU થયાં

રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ શિક્ષણ માટે સમર્પિત અગ્રણી રાષ્ટ્રીય યુનિવર્સિટી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) અને સશસ્ત્ર સીમા બળ (SSB) અલવરએ સમજૂતી કરાર (MOU) અને માન્યતા અને જોડાણ પર હસ્તાક્ષર કર્યા છે, જે ભારતના સુરક્ષા ક્ષેત્રમાં વ્યાવસાયિક તાલીમ અને શૈક્ષણિક સહયોગના વિકાસમાં એક નવો અધ્યાય ખોલે છે. હાલમાં SSB, અલવર ખાતે તાલીમ લઈ રહેલા 900થી વધુ […]

INS તમાલે ગ્રીસના સઉદા ખાડી પોર્ટની મુલાકાત પૂર્ણ કરી

નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળનું નવીનતમ સ્ટીલ્થ ફ્રિગેટ, INS તમાલ ભારતમાં તેના હોમ બેઝ તરફ જતી વખતે 19-22 ઓગસ્ટ 2025 દરમિયાન ગ્રીસના સઉદા ખાડી ખાતે રોકાણ કર્યું હતું. આ બંદર મુલાકાત દરમિયાન, જહાજના ક્રૂએ હેલેનિક નેવી અને નાટો અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. જેમાં 19 ઓગસ્ટ 2025ના રોજ કમાન્ડિંગ ઓફિસર દ્વારા સઉદા ખાડી નેવલ બેઝના બેઝ […]

ભારતીય સેનાએ LoC પર રોબોટિક મ્યુલ તૈનાત કર્યાં, આતંકીઓ ઉપર રહેશે નજર

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ સરહદની સુરક્ષા વધારવા માટે એક નવું અને મજબૂત પગલું ભર્યું છે. સેનાએ LoC પર રોબોટિક મ્યુલ તૈનાત કર્યા છે. આ મ્યુલ મીની ડ્રોન અને અત્યાધુનિક સેન્સરથી સજ્જ છે, જે દુર્ગમ વિસ્તારોમાં પણ સૈનિકોને મદદ કરે છે. આ મ્યુલની મદદથી, સેના LOC પર કોઈપણ આતંકવાદી પ્રવૃત્તિનો તાત્કાલિક સામનો કરવામાં સક્ષમ છે. આ તકનીકી […]

આત્મનિર્ભર ભારતઃ દેશમાં બનાવશે પાંચમી પેઢીના ફાઈટર એરક્રાફ્ટ

નવી દિલ્હીઃ ભારત લાંબા સમયથી વાયુસેનાને મજબૂત બનાવવા માટે કામ કરી રહ્યું છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ જાહેરાત કરી છે કે, ભારત સંપૂર્ણપણે સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ વિકસાવવા તરફ આગળ વધી રહ્યું છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું નામ એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) છે. તમિલનાડુના શિવકાશીમાં આયોજિત યુથ એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ કોંગ્રેસ (YASSC) […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code