1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

INS તમાલે ઇટાલીના નેપલ્સ ખાતે બંદર મુલાકાત પૂર્ણ કરી

નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળના નવીનતમ સ્ટીલ્થ ફ્રિગેટ, INS તમાલે ભારતની વાપસી યાત્રા દરમિયાન ઇટાલીના નેપલ્સ ખાતે રોકાણ કર્યું હતું. આ મુલાકાત બંને દેશો વચ્ચેના મજબૂત દ્વિપક્ષીય સંબંધો પર ભાર મૂકે છે, જેને ઔપચારિક રીતે 2023માં વ્યૂહાત્મક ભાગીદારીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. INS તમાલે, નેપલ્સ બંદરમાં પ્રવેશતા પહેલા, ઇટાલિયન નૌકાદળના તાજેતરમાં કાર્યરત લેન્ડિંગ હેલિકોપ્ટર ડોક (LHD) […]

ઓપરેશન સિંદૂરઃ ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલી S-400 એ પાંચ પાકિસ્તાની ફાઇટર વિમાનોને તોડી પાડ્યા હતા

બેંગ્લોરઃ વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહે ઓપરેશન સિંદૂરમાં સેનાની કાર્યવાહી વિશે માહિતી આપી હતી. બેંગ્લોરમાં, વાયુસેનાના વડાએ કહ્યું કે ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલી S-400 એ પાંચ પાકિસ્તાની ફાઇટર વિમાનોને તોડી પાડ્યા હતા. આપણી વાયુ સંરક્ષણ પ્રણાલીઓએ ખૂબ સારું કામ કર્યું છે. S-400 આમાં ગેમ-ચેન્જર હતું. તે સિસ્ટમની રેન્જ ખરેખર પાકિસ્તાનના વિમાનોને દૂર રાખતી […]

ભારતની રક્ષા ઉત્પાદન ક્ષેત્રમાં રેકોર્ડ બ્રેક વધારો, 5 વર્ષમાં 90 ટકાની વધી

નવી દિલ્હીઃ ભારતએ રક્ષા ઉત્પાદન ક્ષેત્રમાં નવો રેકોર્ડ નોંધાવ્યો છે. નાણાકીય વર્ષ 2024-25માં રક્ષા ઉત્પાદન ₹1,50,590 કરોડના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું છે, જે 2023-24ના ₹1.27 લાખ કરોડની સરખામણીએ 18% વૃદ્ધિ દર્શાવે છે. વર્ષ 2019-20માં આ આંકડો ₹79,071 કરોડ હતો, એટલે કે પાંચ વર્ષમાં 90%નો ઉછાળો નોંધાયો છે. રક્ષા પ્રધાન રાજનાથસિંહે શનિવારે આ ઐતિહાસિક સિદ્ધિની માહિતી આપી હતી. […]

ભારતીય વાયુસેના અને નૌકાદળ મોટી માત્રામાં બ્રહ્મોસ મિસાઈલ ખરીદશે

નવી દિલ્હીઃ પાકિસ્તાન સામેના ઓપરેશન સિંદૂરમાં બ્રહ્મોસ મિસાઇલોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હવે સમાચાર આવ્યા છે કે ભારતીય વાયુસેના અને નૌકાદળ બ્રહ્મોસ મિસાઇલોનો મોટો ઓર્ડર આપવા જઈ રહ્યું છે. બ્રહ્મોસ મિસાઇલોએ ઓપરેશન સિંદૂર દરમિયાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને પાકિસ્તાનના લશ્કરી મથકોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર, સંરક્ષણ મંત્રાલયની એક ઉચ્ચ-સ્તરીય બેઠક ટૂંક […]

ભારતીય વાયુસેનાને સ્પેનના સેવિલેમાં છેલ્લું 16મું એરબસ C-295 લશ્કરી પરિવહન વિમાન પ્રાપ્ત થયું

નવી દિલ્હીઃ ભારતની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવાની દિશામાં એક મોટું પગલું ભરતા, ભારતીય રાજદૂત દિનેશ કે. પટનાયક અને ભારતીય વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓએ સ્પેનના સેવિલેમાં છેલ્લું 16મું એરબસ C-295 લશ્કરી પરિવહન વિમાન પ્રાપ્ત કર્યું. આ ડિલિવરી સમયપત્રક કરતાં બે મહિના વહેલા થઈ, જે ભારતની લશ્કરી તૈયારીઓ અને વૈશ્વિક સંરક્ષણ ભાગીદારીને એક નવું પરિમાણ આપે છે. ભારતીય દૂતાવાસ, […]

અમેરિકા પાસેથી ભારતે એફ-35 ફાઈટર જેટ ખરીદવાનું ટાળશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતથી અમેરિકા આવતા માલ પર 25 ટકા ટેરિફની જાહેરાત કર્યા પછી, ભારત સરકારે અમેરિકન સ્ટીલ્થ ફાઇટર જેટ F-35 ખરીદવાની યોજનાનો ઇનકાર કર્યો હોવાનું જાણવા મળે છે. એક રિપોર્ટ અનુસાર અધિકારીઓએ ગુપ્તતાની શરતે જણાવ્યું હતું કે ભારત સરકારે અમેરિકાને કહ્યું છે કે તે નજીકના ભવિષ્યમાં તેની પાસેથી કોઈ મોટી સંરક્ષણ […]

આર્મી વાઇસ ચીફ લેફ્ટનન્ટ જનરલ એનએસ રાજસુબ્રમણિ 39 વર્ષની અનુકરણીય સેવા બાદ નિવૃત્ત થયા

નવી દિલ્હીઃ લેફ્ટનન્ટ જનરલ એનએસ રાજા સુબ્રમણિ આજે નિવૃત્ત થયા, જે ઓગણત્રીસ વર્ષની પ્રસિદ્ધ લશ્કરી કારકિર્દીના સમાપનને ચિહ્નિત કરે છે. આ પ્રસંગે તેમણે વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ (VCOAS)નાં પદનો ત્યાગ કર્યો છે. જનરલ ઓફિસરના ગણવેશમાં પ્રતિષ્ઠિત સફર નેશનલ ડિફેન્સ એકેડેમીથી શરૂ થઈ હતી અને તેમને ડિસેમ્બર 1985માં ગઢવાલ રાઇફલ્સમાં કમિશન આપવામાં આવ્યું હતું. અસાધારણ […]

ભારતને ‘પ્રલય’ મિસાઈલના પરીક્ષણમાં સફળતા મળી

નવી દિલ્હીઃ ભારતને સંરક્ષણ ક્ષેત્રમાં મોટી સફળતા મળી છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ જણાવ્યું હતું કે, ભારતની સ્વદેશી મિસાઈલ ‘પ્રલય’નું 28 અને 29 જુલાઈ 2025 ના રોજ સતત બે વાર સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણો સેનાની જરૂરિયાતો અનુસાર કરવામાં આવ્યા હતા જેથી મિસાઈલ ટૂંકા અને લાંબા અંતર સુધી કેટલી સચોટ રીતે […]

‘ઓપરેશન સિંદૂર’ આપણો સંકલ્પ, સંદેશ અને જવાબ છેઃ ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી

નવી દિલ્હીઃ કારગિલ વિજય દિવસ નિમિત્તે દ્રાસમાં બોલતા, ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ઓપરેશન સિંદૂર વિશે કહ્યું કે, અમે કાયરતાનો જવાબ બહાદુરીથી આપ્યો. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર અમારો સંકલ્પ, સંદેશ અને જવાબ છે. આર્મી ચીફે કહ્યું કે પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલો સમગ્ર દેશ માટે ઊંડો પ્રહાર હતો, પરંતુ આ વખતે ભારતે ફક્ત શોક […]

સેના માટે શાસ્ત્ર અને શાસ્ત્ર બંને શિખવા આવશ્યકઃ CDS જનરલ અનિલ ચૌહાણ

નવી દિલ્હીઃ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. દેશની લશ્કરી તૈયારીના પાસાં પર તેમણે કહ્યું કે આપણી તૈયારીનું સ્તર ખૂબ ઊંચું હોવું જોઈએ. તૈયારીઓ એવી હોવી જોઈએ કે આપણે 24 કલાક અને 365 દિવસ તૈયાર રહીએ. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આયોજિત એક સંરક્ષણ સેમિનાર દરમિયાન, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code